ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારંભ માટે CM યોગી આદિત્યનાથને આમંત્રણ

  • તા. 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહનું આયોજન
  • ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ માટે PM મોદીને મુખ્ય અતિથિ વિશેષ તરીકેનું નિમંત્રણ

લખનઉ : રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ખજાનચી ગોવિંદદેવ ગિરી મહારાજ 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યાના રામ મંદિરમાં (Ram Temple) ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારંભ માટે આમંત્રિત કરવા શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને (Yogi Adityanath) મળ્યા હતા. જ્યારે ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મુખ્ય અતિથિ વિશેષ તરીકે આ સમારંભમાં હાજર રહેવા નિમંત્રણ આપવામાં આવ્યું છે.

જીવન ધન્ય બની ગયું : ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટર પર પોસ્ટ મૂકીને જણાવ્યું કે, “આજે જીવન ધન્ય બની ગયું છે. મન પ્રસન્ન થઈ ગયું. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના આદરણીય અધિકારીઓ, સ્વામી ગોવિંદદેવ ગીરીજી મહારાજ, ચંપત રાયજી અને રાજેન્દ્ર પંકજજીએ મને રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામલલા સરકારની નવી બાળ મૂર્તિના અભિષેક કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું છે…જય જય સીતારામ..”

CMને આમંત્રણ પાઠવવા અંગે રામ જન્મભૂમિ ટ્રસ્ટના જનરલ સેક્રેટરીએ શું કહ્યું ?

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ પાઠવ્યા બાદ રામ જન્મભૂમિ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય દ્વારા જણાવવામાં આવ્યું કે, “ અમે આજે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રિત આપવા આવ્યા હતા..અયોધ્યાએ અધ્યાત્મનું શહેર છે જે ઘણા સમય બાદ એક પછી એક તેના મૂળ સ્વરૂપમાં પાછું આવી રહ્યું છે..”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રહેશે હાજર

અયોધ્યામાં રામ મંદિર માટે પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ 22 જાન્યુઆરી, 2024ના રોજ યોજાશે. આ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ રહેશે. સમારંભ બપોરે 12 થી 12:45 સુધી ચાલશે. વિધિ બાદ બીજા દિવસે ભક્તો મંદિરના દર્શન કરી શકશે. મંદિરનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. મંદિરના પેનલના વડા નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, “સમારોહમાં 4000 સંતો, 2500 વૈજ્ઞાનિકો અને પરમવીર ચક્ર વિજેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.”

ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું હતું નિમંત્રણ

25 ઓક્ટોબરના રોજ,  રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ઔપચારિક રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. જે બાદ PM મોદીએ X(ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “ટ્રસ્ટના અધિકારીઓ તેમને તેમના નિવાસસ્થાને મળ્યા અને તેમને અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું.”

આ પણ જુઓ :૨૨ જાન્યુઆરીએ શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં PM મોદીને વિધિવત્ નિમંત્રણ

Back to top button