રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંગે લાખણીમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા રામ ધ્વજનું વિતરણ કરાયુ
લાખણી, 22 જાન્યુઆરી: આજે અયોધ્યામાં ભગવાન શ્રીરામ બિરાજમાન થઈ ગયાં છે. દેશ અને વિદેશમાં જય શ્રીરામના નાદ સાથે ઉજવણી કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન સંકલ્પવિધી કરી હતી. ત્યારે ગુજરાતમાં પણ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં આ મહોત્સવને લાઈવ નીહાળ્યો હતો. રાજ્યમાં ઠેર ઠેર રામ ધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા લાખણી તાલુકામાં નિઃશુલ્ક રામ ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દુકાનદારો સહિતના નાગરિકોને રામ ધ્વજનું વિતરણ કર્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે જ્યારે સમગ્ર વિશ્વમાં રામનું નામ ગુંજી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર રામ નામના ધ્વજ લહેરાઈ રહ્યાં છે. લોકો રામ મંદિરને લઈને ઉજવણીમાં ઓતપ્રોત થઈ ગયાં છે. ત્યારે લાખણી તાલુકાના ભાજપના આગેવાન સુરેશભાઈ અભાભાઈ પટેલ તેમજ આર્ટ્સ કોલેજ, એમ એમ પટેલ DHSI કૉલેજ, શ્રી સરસ્વતી વિદ્યાલય લાખણી ના સહયોગથી લાખણીમાં ખાસ રેલી યોજીને દુકાનદારો સહિતના નાગરિકોને રામ ધ્વજનું વિતરણ કર્યું હતું.
લાખણી તાલુકામાં રેલી યોજી હતી
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સુરેશભાઈએ લાખણીમાં ખાસ આયોજન કર્યું હતું. તેઓ ખુદ શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી છે અને ભારત વિકાસ પરિષદ તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચ લાખણી તાલુકાના પ્રમુખ છે. તેમણે શ્રીરામનું નામ લઈ લાખણી તાલુકામાં રેલી યોજી હતી અને 200થી વધુ ધ્વજ વેપારીઓ, દુકાનદારો અને અન્ય નાગરીકોમાં વિતરણ કર્યા હતાં.
આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં રામના આવવાનો અનેરો ઉત્સાહ, ઢોલ-નગારા સાથે શોભાયાત્રા નીકળી