ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવિશેષશ્રી રામ મંદિર

અયોધ્યા જવાનું વિચારો છો? જો હા, તો આ સમાચાર એકવાર જરુર વાંચી લેજો, નહીંતર છેતરાશો

Text To Speech
  • અયોધ્યામાં રામલલાના દર્શન કરવા જઈ રહેલા ભક્તો સાથે થઈ રહી છે છેતરપિંડી
  • ઠગ ટોળકીઓ ઓનલાઈન રુમ બુકના નામે કરી રહ્યા છે છેતરપિંડી

અયોધ્યા, 25 ફેબ્રુઆરી: અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે. મોટી સંખ્યામાં લોકો અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યા છે, તેથી તેમને અયોધ્યામાં રહેવા માટે હોટલ કે ધર્મશાળાની પણ જરૂર પડે છે. ત્યારે અહીંથી છેતરપિંડીઓની રમત શરૂ થાય છે. જાણી લો કે રામભક્તોની કેવી રીતે છેતરપિંડી કરવામાં આવી રહી છે.

અયોધ્યામાં આ દિવસોમાં રામલલાના દર્શન કરવા જતા ભક્તો ઘરેથી જ હોટલ કે ધર્મશાળા ઓનલાઈન બુક કરાવીને દર્શન કરવા પહોંચી રહ્યા છે. પરંતુ, અહીં ત્યાં પહોંચ્યા બાદ તેમને ખબર પડે છે કે તેમના નામે કોઈ રૂમ બુક કરવામાં આવ્યો જ નથી. તે એવા છેતરપિંડી કરનારાઓનો શિકાર બન્યો છે, જેઓ અલગ-અલગ હોટલ અને ધર્મશાળાના નામે નકલી વેબસાઈટ બનાવીને રૂમ બુકિંગના નામે અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓની છેતરપિંડી કરી રહ્યા છે.

અત્યાર સુધીમાં 25થી વધુ લોકો સાથે થઈ છેતરપિંડી: બિરલા ધર્મશાળા મેનેજર

મેનેજરેના કહેવા પ્રમાણે, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમથી અત્યાર સુધીમાં આવા 25 થી વધુ કિસ્સા તેમની ધર્મશાળાના આવ્યા છે. તેમણે પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી છે, પરંતુ ન તો કોઈ કાર્યવાહી થઈ રહી છે કે ન તો કોઈ તપાસ થઈ. હજી પણ અનેક લોકો આ વેબસાઈટથી છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે, વેબસાઈટ જેમ છે તેમ ચાલી રહી છે.

અયોધ્યામાં ભક્તો સાથે આ રીતે થઈ રહી છે છેતરપિંડી

હકીકત એ છે કે અયોધ્યાની ધણી હોટલો અને ધર્મશાળાઓ ઑનલાઈન બુકિંગ કરતી જ નતી, ત્યારે ઠગ ટોળકીઓ આ વાતનો ફાયદો ઉઠાવી રહી છે. જે હોટલો કે ધર્મશાળાઓ ઑનલાઈન બુકિંગ કરતી જ નથી તેમના નામની વેબસાઈટ બનાવીને ભક્તો પાસેથી પૈસા પડાવી રહી છે, ત્યારે કેટલાક તો હોટલ કે ધર્મશાળાનું અયોધ્યામાં અસ્તિત્વ જ નથી એવા નામની ફેક વેબસાઈટ બનાવીને રુમ બુકિંગના નામે લોકોને ઠગી રહ્યા છે.

આ પણ વાંચો: ‘તમારું અંડરવર્લ્ડ સાથે કનેક્શન છે…’ કહીને કરી રૂ. 56 લાખની છેતરપિંડી

Back to top button