ઉત્તર ગુજરાતગુજરાત

ડીસામાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ઉર્જા બચાવો માસ અંતર્ગત રેલી યોજાઈ

Text To Speech

ડીસા, 6 ડિસેમ્બર 2023, શહેરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ઉર્જા બચાવો માસ અંતર્ગત રેલી યોજાઇ હતી. જેમાં વીજ કર્મીઓએ લોકોને વીજ બચત થકી પોતાના પૈસા બચાવી દેશના વિકાસમાં પણ સહભાગી થવા અપીલ કરી હતી. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે કર્મચારીઓની ઉર્જા બચાવો- દેશ બચાવોના નારા સાથે રેલી યોજી હતી. ડીસાના ઉત્તર ગુજરાત વીજ કંપની વિભાગીય કચેરી ખાતેથી નીકળેલી રેલી બગીચા સર્કલ, ફુવારા સર્કલ રીશાલા બજાર થઈ પરત ઓફિસે પહોંચી હતી.

ઊજૉ સંરક્ષણ અને બચતની જાગૃતિ રૂપે રેલી યોજી
જેમાં ડીસા વિભાગીય કચેરી ભાગ એક અને બે, શહેર કચેરી વિભાગ એક અને બે અને શહેર કચેરીના કર્મચારીઓ જોડાયા હતા. રેલી દરમિયાન કર્મચારીઓએ વીજ બચાવો દેશ બચાવોના નારાની સાથે સાથે વીજળીની બચત કરી પોતાના પૈસા બચાવી અને દેશના વિકાસમાં સહભાગી થવા માટે અપીલ કરી હતી.આ અંગે ડેપ્યુટી એન્જિનિયર વી. પી. ડાભીએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા રાષ્ટ્ર ઉર્જા સંરક્ષણ વર્ષની ઊજવણીના ભાગરૂપે ગ્રાહકોને ઊજૉ સંરક્ષણ અને બચતની જાગૃતિ રૂપે રેલી યોજી, વીજ કંપનીના ગ્રાહકોને ઊર્જા બચતની જાણકારી આપતા પેમ્પલેટનું વીતરણ કર્યું છે. તેમજ ગ્રાહકોને ઉર્જા બચત થકી તેમના પૈસા બચાવવાની સાથે સાથે દેશના વિકાસમાં સહભાગી થવા માટે અપીલ કરી છે.

Back to top button