જૂની પેન્શન યોજનાની માંગ સાથે દિલ્હીમાં રેલી, લાખો કર્મચારીઓ રામલીલા મેદાન પહોંચ્યા
દિલ્હીમાં રેલી: ATEWA અને NMOPS સાથે સંકળાયેલી સંસ્થાઓ જૂની પેન્શન યોજનાની માંગ સાથે આજે રવિવારે (1 ઓક્ટોબર) દિલ્હીના રામલીલા મેદાનમાં પહોંચી છે. આ રેલીમાં દેશભરમાંથી સરકારી કર્મચારીઓ પહોંચ્યા છે. શુક્રવારથી કર્મચારીઓ દિલ્હી આવવાનું ચાલુ કરી દીધું હતું. જે આજે 1લી ઓક્ટોબરના સવારથી જ રામલીલા મેદાનમાં આવી પહોંચ્યા છે. અને સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માંગ કરી રહ્યા છે.
જૂની પેન્શન યોજનાની માંગ સાથે દેશભરના લાખો સરકારી કર્મચારીઓ દિલ્હીના રામલીલા મેદાનમાં પહોંચ્યા#Oldpensionscheme #pension #Delhi #Delhinews #RamlilaMaidan #DelhiRamlilaMaidan #GovernmentEmployees #Employee #video #news #NewsUpdate #gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/JgFLXIUTsc
— Hum Dekhenge News (@humdekhengenews) October 1, 2023
-
જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના વચ્ચેનો તફાવત
જૂની પેન્શન યોજના
- આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ સમયે મળતા પગારનો અડધો ભાગ પેન્શન તરીકે આપવામાં આવે છે.
- OPS હેઠળ, પેન્શન માટે કર્મચારીઓના પગારમાંથી કોઈ પૈસા કાપવામાં આવતા નથી.
- જૂની પેન્શન યોજના હેઠળ પેમેન્ટ સરકાર પોતાની તિજોરીમાંથી કરે છે.
- આ સ્કીમમાં 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટી ઉપલબ્ધ છે.
- આમાં જનરલ પ્રોવિડન્ટ ફંડની જોગવાઈ છે.
- છ મહિના પછી મોંઘવારી ભથ્થું વધારવાની જોગવાઈ છે.
નવી પેન્શન યોજનામાં શું છે?
- કર્મચારીના મૂળ પગારમાંથી 10 ટકા અને ડીએ કાપવામાં આવે છે.
- નવી પેન્શન યોજના શેરબજાર પર આધારિત છે, જેના કારણે તે એટલી સલામત નથી.
- છ મહિના પછી મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નથી.
- નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શનની કોઈ ગેરંટી નથી.
- આ પણ કર કપાત હેઠળ આવે છે.
- નિવૃત્તિ પછી પેન્શન મેળવવા માટે, તમારે એનપીએસના 40 ટકા વાર્ષિકીમાં રોકાણ કરવું પડશે.
કયા રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ છે?
નવી પેન્શન યોજનાના વિરોધમાં દેશના પાંચ રાજ્યોમાં જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવામાં આવી છે, જેનો અર્થ એ છે કે આ રાજ્યોના કર્મચારીઓને કોઈપણ કપાત વિના દર મહિને જૂની પેન્શન યોજના હેઠળ પેન્શનનો લાભ મળશે. જૂની પેન્શન યોજના સૌપ્રથમ રાજસ્થાનમાં લાગુ કરવામાં આવી હતી. ત્યારબાદ આ યોજના છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં લાગુ કરવામાં આવી છે.
આ પણ વાંચો: PM મોદીએ 75 હાર્ડ ચેલેન્જથી પ્રખ્યાત અંકિત બયાનપુરિયા સાથે મળીને કર્યું શ્રમદાન
આ પણ વાંચો: અફઘાન દૂતાવાસે આજથી ભારતમાં કામકાજ કર્યું બંધ