દુલ્હન બનશે રકુલ પ્રીત સિંહ, આ દિવસે બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે લગ્ન બંધનમાં બંધાશે

મુંબઈ, 03 જાન્યુઆરી : અભિનેત્રી રકુલ પ્રીત સિંહ ટૂંક સમયમાં લગ્ન કરશે. રકુલ તેના બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે આ વર્ષે એટલે કે 2024માં લગ્ન કરશે. આ કપલના લગ્નની વિગતો જાણવા મળી છે. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્ન 22 ફેબ્રુઆરી 2024ના રોજ થશે. લગ્નનું ડેસ્ટિનેશન ગોવા હોવાનું જાણાય છે.
રકુલ પ્રીત સિંહ-જેકી ભગનાની વેડિંગ
આ દિવસોમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ નવા વર્ષની ઉજવણી કરવા વેકેશન હતી. રકુલે તેના વેકેશનની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. જેમાં અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ અને બોલિવૂડ અભિનેતા-નિર્માતા જેકી ભગનાનીને તેના જન્મદિવસ પર સુંદર તસવીરો પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવી હતી, જેના પછી તેના ચાહકો આ કપલને જોઈને ખૂબ ખુશ થયા હતા. હવે આ કપલ વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
View this post on Instagram
આ દિવસે રકુલ-જેકીના થશે લગ્ન
આ કપલના લગ્નની વિગતો સામે આવી છે. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્ન 22 ફેબ્રુઆરી 2024ના રોજ થશે. લગ્નનું ડેસ્ટિનેશન ગોવા હોવાનું જાણાય છે, રકુલ અને જેકીના લગ્નમાં તેમના પરિવારજનો અને નજીકના સંબંધીઓ અને મિત્રો હાજર રહેશે. હાલમાં જેકી ભગનાની અને રકુલ આ દિવસોમાં થાઈલેન્ડમાં વેકેશન માણી રહ્યા છે.
જેકી-રકુલે 2021 માં તેમના સંબંધોની વાતને સમર્થન આપ્યું હતું
અભિનેત્રી રકુલ પ્રીત સિંહે વર્ષ 2021 માં તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જેકી ભગનાની સાથેના સંબંધમાં હોવાની વાતને સમર્થન આપ્યું હતું. જેકી ભગનાનીએ અભિનેત્રીને તેના જન્મદિવસ પર બંનેની રોમેન્ટિક તસવીર શેર કરીને શુભેચ્છા પાઠવી હતી જેમાં તેણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. રકુલ પ્રીત સિંહે પણ ઈન્સ્ટા પોસ્ટ દ્વારા જેકી ભગનાનીને પોતાની શ્રેષ્ઠ અને ખાસ ભેટ ગણાવી હતી. હવે તેમના લગ્નના સમાચારે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
કપલના લગ્નના સમાચારને લઈને ફેન્સ ઉત્સાહિત
જેકી ભગનાની અને રકુલના ફેન્સ તેમના લગ્નના સમાચારને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ કપલના લગ્નના સમાચાર ઈન્ટરનેટ પર આવતા જ ચાહકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે આ કપલ 2023માં લગ્ન કરશે પરંતુ સૂત્રોએ રકુલ-જેકીના લગ્નની વિગતો આપી છે. જેકી ભગનાનીના પિતા વાસુ ભગનાની આ લગ્નને ભવ્ય બનાવવાની તૈયારી કરી રહ્યા છે. નવા વર્ષને આવકારતી વખતે આ કપલ 22 ફેબ્રુઆરી 2024ના રોજ લગ્ન કરશે.
આ પણ વાંચો : અંકિતા લોખંડેએ સુશાંત સિંહ રાજપૂત વિશે કહ્યું હતું મોટું જૂઠ, બિગ બોસમાં થયો ખુલાસો