રકુલ પ્રીત સિંહે ‘વર્લ્ડ એથલેટિક્સ ડે’ પર વીડિયો શેર કરીને કહ્યું, ‘ખેલોગે કુદોગે તો બનોગે લાજવાબ’
- બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહે પણ વર્લ્ડ એથલેટિક્સ ડે પર જાગૃતિ ફેલાવવા માટે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ખેલકૂદ કરતી જોવા મળી રહી છે
7 મે, મુંબઈઃ આજે 7 મેના રોજ વર્લ્ડ એથલેટિક્સ ડે છે. આ ખાસ દિવસને ઉજવવાનો ઉદ્દેશ્ય લોકોને રમતગમત પ્રત્યે જાગૃત કરવાનો છે. આ સાથે જ એથલેટિક્સમાં તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. તે લોકોને બીમારીઓથી બચાવવામાં અને હેલ્થ જાળવી રાખવામાં મદદ કરે છે. રકુલ પ્રીત સિંહે પણ વર્લ્ડ એથલેટિક્સ ડે પર જાગૃતિ ફેલાવવામાં સહકાર આપ્યો છે.
વર્લ્ડ એથલેટિક્સ ડે પર રકુલ પ્રીતે શેર કર્યો વીડિયો
બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહે પણ વર્લ્ડ એથલેટિક્સ ડે પર જાગૃતિ ફેલાવવા માટે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ખેલકૂદ કરતી જોવા મળી રહી છે. આ સાથે તેણે વીડિયો શેર કરીને કેપ્શન આપ્યું છે કે, પઢોગે લિખોગે તો બનોગે નવાબ, ખેલોગે કુદોગે તો બનોગે લાજવાબ.
View this post on Instagram
વર્લ્ડ એથલેટિક્સ ડેનો મુખ્ય ઉદ્દેશ્ય
ઉલ્લેખનીય છે કે વર્ષ 1996માં ઈન્ટરનેશનલ એમેચ્યોર એથલેટિક ફેડરેશને વર્લ્ડ એથલેટિક ડે મનાવવાની શરૂઆત કરી હતી અને વિશ્વ એથલેટિક્સ દિવસ દ્વારા લોકોને ફિટનેસ પ્રત્યે જાગૃત કર્યા. આ ફેડરેશનનું મુખ્ય લક્ષ્ય બાળકો અને યુવાનોને એક્ટિવ તેમજ સ્વસ્થ રહેવા માટે અને કોલેજોમાં રમતના આયોજનોને પ્રોત્સાહન આપવાનું છે.
આ પણ વાંચોઃ ડીપફેક વીડિયોનો શિકાર થતા આખી રાત સૂઈ નહોતા શક્યા બિગ બી, PM મોદીએ કર્યો ખુલાસો