દક્ષિણ ગુજરાતયુટિલીટી

હવે મીઠાઈમાં પણ પાણીપુરીનો ચટાકો !

Text To Speech

‘સુરતનું જમણ એટલે સુરતનું જમણ’ આ કહેવત તમે ઘણી વખત સાંભળી છે. તહેવારોમાં મીઠાઈનો સૌથી વધુ ઉપયોગ થતો રહ્યો છે. પણ મીઠાઈમાં પણ એક એવું ફ્લેવર સામે આવ્યું છે કે તેમને નવાઈ લાગશે. અને તે છે પાણીપુરી ફ્લેવર. જી હા સુરતના મીઠાઈ વિક્રેતાએ આ નવો ફ્લેવર તૈયાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, બહેનોને સામાન્ય રીતે પાણીપુરીનો સ્વાદ ખૂબ જ ભાવતો હોય છે અને એટલા માટે તેઓ કંઈક યુનિક લઈને આવવા માંગતા હતા. જેને ધ્યાનમાં રાખીને તેઓએ આ વર્ષે પાણીપુરી ફ્લેવરની મીઠાઈ તૈયાર કરી છે.

panipuri-kaju-katli Surat

પાણીપુરી ફ્લેવરની કાજુકતરી નો આ ભાવ પણ સામાન્ય કાજુકતરી કરતા થોડો મોંઘો છે પરંતુ તેનો સ્વાદ લોકોને પસંદ પડે તેવો છે. અગાઉ આ મીઠાઈ વિક્રેતાએ ગોલ્ડ પ્લેટેડ ઘારી અને બચપન કા પ્યાર જેવી બબલગામ મીઠાઈ તૈયાર કરવામાં આવી હતી. જે પણ સુરતના લોકોએ ખુબ પસંદ કરી હતી. પરંતુ આ રક્ષાબંધનમાં લોકોને આકર્ષવા માટે તેમના દ્વારા પાણીપુરી ફ્લેવરની કાજુકતરી તૈયાર કરવામાં આવી છે.

Surat Gold Sweet
અગાઉ બનાવેલી ગોલ્ડ ઘારી

મીઠાઈ વિક્રેતા ઉમેર્યું હતું કે દર વર્ષે લોકો તેમની પાસે કંઈક નવીન ફ્લેવરની અપેક્ષા રાખતા હોય છે અને જેને પહોંચી વળવા માટે તેમના દ્વારા પણ દર વર્ષે નવા પ્રયોગો કરવામાં આવતા હોય છે. ગયા વર્ષે બચપન કા પ્યાર નામની બબલગામ ફ્લેવરની મીઠાઈ તૈયાર કરવામાં આવી હતી. જે ખાસ કરીને બાળકોને ખૂબ પસંદ પડી હતી. ત્યારે આ વર્ષે રક્ષાબંધનમાં બહેનોને ભાવતી પાણીપુરી ના ફ્લેવર વાળી મીઠાઈ તૈયાર કરવામાં આવી છે જે પણ લોકોને પસંદ પડશે તેવી તેમને અપેક્ષા છે.

આ પણ વાંચો : નવા યુગમાં આવી ડિજિટલ રાખડી, તમે જોઇ કે નહીં Q-R Code વાળી રાખડી ?

તેઓએ ઉમેર્યું હતું કે આ વર્ષે દૂધ, સૂકા મેવા, કાચો માલ, મજૂરી, જીએસટીમાં વધારો વગેરે કારણે થોડો મીઠાઈના ભાવમાં પણ વધારો થયો છે. પરંતુ સુરતીઓ તહેવારોને ઉજવવા માટે ક્યારેય પાછી પાની કરતા નથી. એટલે આ વર્ષે પણ રક્ષાબંધનના તહેવારમાં મીઠાઈની સારી ખરીદી થશે તેવું તેઓએ જણાવ્યું છે

Back to top button