રક્ષાબંધન 2023 : શક્ય હોય તો આ સમયે ભાઇને બાંધજો રાખડી
- શક્તિપીઠ અંબાજી અને ડાકોરમાં 31 ઓગસ્ટના રોજ શ્રાવણી પૂર્ણિમા ઉજવાશે
- રક્ષાબંધનની જાહેર રજા 30 ઓગસ્ટના રોજ છે
- 31 ઓગસ્ટના રોજ શ્રાવણી પૂર્ણિમા સવારે 7.46 સુધી છે
શ્રાવણી પૂર્ણિમાં 30 ઓગસ્ટના રોજ છે. આ વખતે ભદ્રાને કારણે રક્ષાબંધનને લઇને મતમતાંતરો સર્જાયા હતા, પરંતુ આખરે રાખડી બાંધવાનો શુભ અવસર આવી ચુક્યો છે. ભાઇ બહેનના પ્રેમના પ્રતિક સમો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર બહેનો ભાઇના કાંડે રાખડી બાંધીને ભાઇની રક્ષાની દુઆ માંગીને ઉજવશે. 30 ઓગસ્ટના દિવસે સવારે 10.30 પહેલા ભાઇના હાથે રાખડી બાંધી શકાશે રાતે 9.05થી રાત્રે 10:55ની વચ્ચે પણ રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત છે. ઉલ્લેખનીય છે કે શક્તિપીઠ અંબાજી અને ડાકોરમાં 31 ઓગસ્ટના રોજ શ્રાવણી પૂર્ણિમા ઉજવાશે.
રક્ષાબંધનની જાહેર રજા 30 ઓગસ્ટના રોજ
રક્ષાબંધનની જાહેર રજા 30 ઓગસ્ટના છે પણ તેની ઉજવણી ક્યારે કરવી તેના અંગે અસંમંજસ છે. શક્તિપીઠ અંબાજીમાં 31 ઓગસ્ટે જ પૂનમ ભરવામાં આવશે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા પ્રસિદ્ધ દ્વારકાધિશ મંદિર ખાતે રણછોડરાયને જનોઇ 30 ઓગસ્ટના બપોરે 12 બાદ બદલવામાં આવશે જ્યારે ત્યાં પૂનમ 31 ઓગસ્ટે છે. આવી જ રીતે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં પણ 31 ઓગસ્ટના જ શ્રાવણી પૂર્ણિમા ઉજવાશે.
રક્ષાબંધનનું મુહૂર્ત
શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 30 ઓગસ્ટની સવારે 10.13 વાગ્યાથી રક્ષાબંધન શરુ થશે, જે 31 ઓગસ્ટ, 2023ની સવારે 7.46 સુધી ચાલશે. જોકે પૂર્ણિમા સાથે ભદ્રાકાળ પણ શરૂ થશે. ભદ્રાકાળમાં રાખડી બાંધવી અશુભ ગણાય છે. ભદ્રાકાળ 30 ઓગસ્ટ 2023, બુધવારના દિવસે સવારે 10.13 વાગ્યાથી રાતે 8.47 સુધી છે. તેથી ભદ્રાકાળ સમાપ્ત થયા બાદ જ રાખડી બંધાશે.
રાખડી બાંધવાનો યોગ્ય સમય
રક્ષાબંધનનુ શુભ મુહૂર્ત 30 ઓગસ્ટ, 2023 રાતે 10.13 વાગ્યાથી 31 ઓગસ્ટની સવારે 7.46 મિનિટ સુધી રહેશે, પરંતુ 31 ઓગસ્ટના રોજ શ્રાવણી પૂર્ણિમા સવારે 7.46 સુધી છે. આ સમયે ભદ્રાકાળ નથી, તો 31 ઓગસ્ટના રોજ ભાઇઓને રાખડી બાંધી શકાશે. 30ની રાત્રે 8.50 થી 31 ઓગસ્ટની સવારે 7.35 સુધી તમે રક્ષા સૂત્ર બાંધી શકશો. આ વર્ષે 30 અને 31 ઓગસ્ટ એમ બે દિવસ રાખડી બાંધી શકાશે, પરંતુ ભદ્રાકાળનું ધ્યાન રાખીને જ રાખડી બાંધો.
ભદ્રાકાળમાં રાખડી કેમ બાંધવામાં આવતી નથી?
એવી માન્યતા છે કે શૂર્પણખાએ ભદ્રાકાળમાં પોતાના ભાઇ રાવણને રાખડી બાંધી હતી અને તેના આખા કુળનો નાશ થયો હતો. એટલે કોઇ બહેન પોતાના ભાઇને ભદ્રાકાળમાં રાખડી બાંધવાનું પસંદ કરતી નથી. ભદ્રામાં રાખડી બાંધવાથી ભાઇનું આયુષ્ય ઓછુ થઇ જાય છે અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચોઃ રક્ષાબંધન પર સૂર્ય ભગવાન બદલશે નક્ષત્ર, જાણો કઈ રાશિઓને મળશે લાભ