કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટમાં રક્ષાબંધન : જેલમાં કેદી ભાઈઓને રાખડી બાંધી ભાવુક થઈ બહેનો

Text To Speech

આજે ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનો દિવસ એટલે રક્ષાબંધનનો તહેવાર છે. સમગ્ર દેશમાં આજે રક્ષાબંધનના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટની મધ્યસ્થ જેલમાં પણ આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ સમયે ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. રાજકોટની મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા કેદી ભાઇઓને રાખડી બાંધવા માટે બહેનો આવી હતી. ભાઇને રાખડી બાંધતી વખતે બહેનોની આંખમાંથી આંસુ સરી પડતા લાગણીસભર દૃશ્યો જોવા મળ્યા હતા.

રાજકોટની મધ્યસ્થ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી
રાજકોટની મધ્યસ્થ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી
રાજકોટની મધ્યસ્થ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી
રાજકોટની મધ્યસ્થ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

 

રક્ષાબંધન માટે જેલ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી
આજના આ પવિત્ર તહેવારને અનુલક્ષીને જેલ વિભાગ તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટ મધ્યસ્થ જેલના PI એમ.આર.ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી મધ્યસ્થ જેલ ખાતે કરવામાં આવી રહી છે. સવારથી જેલમાં કુલ 1800 કેદી ભાઈઓ માટે રાખડી બાંધવાનું આયોજન કરાયું છે અને સાંજ સુધી જેલ ખાતે કેદી ભાઇઓને તેમના બહેન દ્વારા રાખડી બાંધવામાં આવશે. જેલ ખાતે બંદોબસ્ત વચ્ચે આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં એક સાથે 10-10 બહેનોને નામ નોંધણી કરી ભાઇઓને રાખડી બાંધવામાં આવે છે.
બહેનોએ પોતાના ભાઈઓને આપ્યા આશીર્વાદ, મોં પણ મીઠું કરાવ્યું
આ તકે બહેનો ભાઇઓને રાખડી બાંધી રહી હતી ત્યારે બંનેની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. તેમજ કોઇ કેદી રાખડી બાંધતી વખતે પોતાની દીકરી પર વહાલ વરસાવતા જોવા મળ્યા હતા. તેમજ કેટલાક કેદીઓ પોતાની બહેન પર હાથ મુકી આશીર્વાદ પણ આપતા નજરે પડ્યા હતા. બહેનો તેના ભાઈ માટે રાજકોટ જેલમાં બેકરી મારફત જે મીઠાઇ બનાવવામાં આવે છે તે મીઠાઇથી બહેન ભાઇનું મીઠું મોઢુ કરાવી શકે તેવી વ્યવસ્થા કરી હતી.
બહેનોએ પોતાના ભાઈઓને આપ્યા આશીર્વાદ, મોં પણ મીઠું કરાવ્યું
બહેનોએ પોતાના ભાઈઓને આપ્યા આશીર્વાદ, મોં પણ મીઠું કરાવ્યું
Back to top button