ટ્રેન્ડિંગધર્મ

રક્ષાબંધન 2023: કોણ છે ભદ્રા, જે દર વખતે ભાઇ બહેનના પ્રેમ વચ્ચે આવે છે?

  • ભદ્રા એક અશુભ સમય છે જ્યારે કોઈપણ શુભ કાર્ય કરવાથી અશુભ પરિણામ સામે આવે છે
  • ભદ્રા ભગવાન સૂર્ય અને છાયાની પુત્રી અને ભગવાન શનિદેવની બહેન માનવામાં આવે છે.
  • ભાઈ શનિદેવની જેમ ભદ્રાનો સ્વભાવ પણ ખૂબ કઠોર છે

લગભગ દર વર્ષે રક્ષાબંધનના તહેવાર પર, ભદ્રા ભાઈ-બહેનના પ્રેમમાં અવરોધ બની જાય છે. ભદ્રાના કારણે ભાઈ-બહેનના પવિત્ર સંબંધના આ તહેવારની અવધિ ઘટી જાય છે. આખરે ભદ્રા કોણ છે અને તેને શા માટે તેને અશુભ માનવામાં આવે છે? ભદ્રા એક અશુભ સમય છે જ્યારે કોઈપણ શુભ કાર્ય કરવાથી અશુભ પરિણામ સામે આવે છે. તેથી જ ભદ્રાના દિવસે રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. ભદ્રા પૂરી થાય પછી જ રાખડી બાંધવી જોઈએ.

ભદ્રા કોણ છે

ધાર્મિક માન્યતાઓ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્રા ભગવાન સૂર્ય અને છાયાની પુત્રી અને ભગવાન શનિદેવની બહેન માનવામાં આવે છે. ભાઈ શનિદેવની જેમ ભદ્રાનો સ્વભાવ પણ ખૂબ કઠોર માનવામાં આવે છે. તે દરેક શુભ કાર્યમાં અવરોધ ઉભો કરતી હતી. આવી સ્થિતિમાં તેમના પિતા સૂર્યદેવે ભદ્રા પર નિયંત્રણ મેળવવા માટે બ્રહ્માજી પાસે મદદ માંગી. એટલા માટે બ્રહ્માજીએ તેમને અંકુશમાં રાખવા માટે પંચાંગના મુખ્ય ભાગ વિષ્ટિકરણમાં સ્થાન આપ્યું. તેમણે કહ્યું કે જ્યારે ભદ્રા લાગી હશે ત્યારે કોઈપણ શુભ કાર્ય કરવું વર્જિત માનવામાં આવશે, ભદ્રા પછી એ કામ થઈ શકશે. જો કે ભદ્રા દરમિયાન તંત્ર-મંત્રની પૂજા અને કોર્ટનું કોઈ કામ કરવું અશુભ માનવામાં આવતું નથી,પરંતુ ભદ્રામાં લગ્ન, રક્ષાબંધન, હોલિકા દહન જેવા શુભ કાર્યો પર પ્રતિબંધ છે.

રક્ષાબંધન 2023: કોણ છે ભદ્રા, જે દર વખતે ભાઇ બહેનના પ્રેમમાં વચ્ચે આવે છે? hum dekhenge news

ભદ્રામાં રાખડી કેમ ન બાંધવી

ભદ્રા સ્વભાવે ખૂબ જ કઠોર અને ઉદ્ધત હતી, તેથી તેની હરકતોથી કંટાળીને બ્રહ્માજીએએ તેને શ્રાપ આપ્યો કે જે કોઈ ભદ્રા કાળમાં કોઈ પણ શુભ કાર્ય કરશે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને અશુભ પરિણામ મળશે. આ જ કારણ છે કે ભદ્રાના દિવસે રક્ષાબંધન ઉજવાતી નથી.

ભદ્રામાં રાવણને રાખડી બાંધવામાં આવી હતી

એવું માનવામાં આવે છે કે રાવણના સમગ્ર કુળના વિનાશ પાછળનું કારણ ભદ્રા હતું. પૌરાણિક કથાઓમાં એવું કહેવામાં આવે છે કે રાવણની બહેન સુર્પણખાએ ભદ્રાકાળમાં ભાઈ રાવણને રાખડી બાંધી હતી, જે તેના વિનાશનું કારણ બની હતી. કહેવાય છે કે આ પછી રાવણ તેના આખા કુળ સાથે એક પછી એક નાશ પામ્યો. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે ભદ્રાના સમયે ભગવાન શિવ તાંડવ કરે છે અને ક્રોધની સ્થિતિમાં હોય છે. આવી સ્થિતિમાં આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. અન્યથા તેના પરિણામો શુભ નથી. એટલા માટે ભાઈને દરેક ખરાબ નજરથી બચાવવા અને તેમના લાંબા આયુષ્ય માટે, ભૂલથી પણ ભદ્રામાં રાખડી ન બાંધો.

ભદ્રા ક્યારે છે તે કેવી રીતે જાણવું

જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અથવા મીન રાશિમાં હોય છે ત્યારે ભદ્રા પૃથ્વી પર રહે છે. જ્યારે ચંદ્ર મેષ, વૃષભ, મિથુન અથવા વૃશ્ચિક રાશિમાં હોય છે ત્યારે ભદ્રા સ્વર્ગમાં રહે છે. જ્યારે ચંદ્ર કન્યા, તુલા, ધનુ કે મકર રાશિમાં સ્થિત હોય ત્યારે ભદ્રા પાતાળ લોકમાં રહે છે.

ભદ્રા જે લોકમાં રહે છે ત્યાં તે અસરકારક છે. રક્ષાબંધનના સમયે ચંદ્ર કુંભ રાશિમાં હોવાથી ભદ્રા રહેશે. તેથી જ ભદ્રા પૂર્ણ થયા પછી જ રાખડી બાંધવી યોગ્ય રહેશે.

આ પણ વાંચોઃ રક્ષાબંધન 2023 : શક્ય હોય તો આ સમયે ભાઇને બાંધજો રાખડી

Back to top button