આજે 30 ઓગસ્ટના રોજ રક્ષાબંધનની સરકારી જાહેર રજા છે, પરંતુ ડાકોર, દ્વારકા, શક્તિપીઠ અંબાજીમાં આજે ઉજવણી નહીં કરવામા આવે. આ યાત્રાધામોમાં 31 ઓગસ્ટના રોજ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે.
આજ રોજ રક્ષાબંધનની સરકારી જાહેર રજા
બહેનો આખું વર્ષ જેની રાહ જોતી હોય છે તેવો પવિત્ર રક્ષાબંધનપર્વ આજે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર તેમના લાંબા આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ માટે રાખડી બાંધતી હોય છે. પરંતુ આ વખતે ભદ્રાને કારણે મૂહુર્તને લઈને મુંઝવણ પ્રવર્તે છે. જેના કારણે શક્તિપીઠ અંબાજી અને ડાકોરમાં 31 ઓગસ્ટના રોજ શ્રાવણી પૂર્ણિમા ઉજવાશે તેવું જાહેર કરવામા આવ્યું છે.
ડાકોર, દ્વારકા, શક્તિપીઠ અંબાજીમાં 31 ઓગસ્ટના રોજ રક્ષાબંધનની ઉજવણી કરાશે
રક્ષાબંધનની જાહેર રજા 30 ઓગસ્ટના છે પણ તેની ઉજવણી ક્યારે કરવી તેના અંગે અસંમંજસ છે. શક્તિપીઠ અંબાજીમાં 31 ઓગસ્ટે જ પૂનમ ભરવામાં આવશે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા પ્રસિદ્ધ દ્વારકાધિશ મંદિર ખાતે રણછોડરાયને જનોઇ 30 ઓગસ્ટના બપોરે 12 બાદ બદલવામાં આવશે જ્યારે ત્યાં પૂનમ 31 ઓગસ્ટે છે. આવી જ રીતે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં પણ 31 ઓગસ્ટના જ શ્રાવણી પૂર્ણિમા ઉજવાશે.
અમદાવાદના જગન્નાથ મંદિરમાં આવતીકાલે રક્ષાબંધન ઉજવાશે
મહત્વનું છે કે દ્વારકાધીશમાં ભગવાનને જનોઈ 30 ઓગસ્ટે એટલે કે, આજે બપોરે બદલવામાં આવશે જ્યાં પૂનમ આવતી કાલે મનાવવામાં આવશે. જ્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં આવતીકાલે રક્ષાબંધન ઉજવાશે. ત્યારે આ બધાની વચ્ચે લોકો અસમજસમાં મુકાયા છે.
આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલએ કરી રક્ષાબંધનની ઉજવણી,મહિલા પોલીસ અધિકારીઓએ બાંધી રાખડી