મનોરંજન

રક્ષાબંધન V/S લાલસિંહ ચઢ્ઢા: થિયેટરોમાં અચાનકથી હજારો શૉ ઓછા કરી દેવામાં આવ્યા

Text To Speech

અક્ષય કુમાર અને આમિર ખાનની ફિલ્મ ને રીલીઝ થયાં ને બે દિવસ માં દર્શકો નો મિજાજ માં ફેરફાર જોવા મળી રહયા છે.પહેલા દિવસ ની  ‘લાલસિંહ ચઢ્ઢા’ પહેલા દિવસે 11.50 કરોડ રૂપિયાનો વકરો અને અક્ષય કુમારની મોટા પ્રોજેક્ટ માની એક ફિલ્મ ‘રક્ષાબંધને’ પહેલા દિવસે 8.20 કરોડ રૂપિયા વકરો કર્યાં બાદ આ ફિલ્મ ને જોવા માટે દર્શકો નથી આવી રહ્યા તેના પરિણામે બીજા દિવસે થિયેટરના માલિકો દેશભર માંથી સ્ક્રિનિંગને ઓછા કરી દીધાં છે.ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ અને ‘રક્ષાબંધન’ ના બોક્સ ઓફિસ કલેક્શન પર આ વાતની અસર જોવા મળી છે બીજા દિવસની કમાણીમાં પણ બહુ ઘટાડો જોવા મળ્યો છે ત્યારે જોવા મળ્યું કે ઓડિયન્સ આ ફિલ્મોથી પ્રભાવિત નથી.

થિયેટરની સ્ક્રિનિંગ માં ઘટાડો

ઓછા દર્શકો આ ફિલ્મો જોવા જતા હોવાથી થિયેટરોના માલિકોએ રિલીઝ ના બીજા દિવસે જ સ્ક્રિનિંગ ઓછા કર્યા છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના એક રિપોર્ટ અનુસાર આખા દેશમાં આમિર ખાનની ફિલ્મના 1300 શૉ અને અક્ષય કુમારની ફિલ્મના 1000 શૉ ઓછા કરવામાં આવ્યા છે. બોલીવુડ હંગામાના રિપોર્ટ અનુસાર ઓછા દર્શકો જવાથી શુક્રવારના રોજ બંને ફિલ્મોના ઘણા શૉ કેન્સલ કરવામાં આવ્યા. જેથી ‘લાલસિંહ ચઢ્ઢા’ અને ‘રક્ષાબંધન’ના ફિલ્મ ના વકરો માં ઘટાડો જોવા મળ્યો. બીજા દિવસે બંને ફિલ્મોએ ખરાબ કમાઈ કરી રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે થિયેટરોના માલિકો જાણી જોઈને શૉ ઓછા કર્યા છે. જેથી લિમિટેડ સ્ક્રીન પર ઓક્યુપેન્સીમાં વધારો કરી શકાય. બંને ફિલ્મો આખા દેશમાં 10000 સ્ક્રીન પર રિલીઝ થઈ હતી પરંતુ દર્શકોના મિજાજ ને જોય ને થિયેટરના માલિકોએ ફિલ્મોની સ્ક્રિનિંગ ઓછી કરી જેથી તેનો ખર્ચ બચી શકે.

Raksha Bandhan VS Lal Singh Chaddha
Raksha Bandhan VS Lal Singh Chaddha

જાણો બંને ફિલ્મોની બીજા દિવસની કમાણી

રક્ષાબંધન અને લાલસિંહ ચઢ્ઢા ફિલ્મ ની કમાણી ની વાત કરવામાં આવે તો ‘લાલસિંહ ચઢ્ઢા’ પહેલા દિવસે 11.50 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો. જ્યારે બીજા દિવસે ફિલ્મને 35 થી 40% ઓછી કમાણી થઇ હતી. અત્યાર સુધીની આ ફિલ્મની કુલ કમાણી 18 થી 18.50 કરોડ રૂપિયા થઈ છે. બીજી તરફ અક્ષય કુમારની મોટા પ્રોજેક્ટ માની એક ફિલ્મ ‘રક્ષાબંધને’ પહેલા દિવસે 8.20 કરોડ રૂપિયા અને બીજા દિવસે 6.40 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. આમિર ખાનની ‘લાલસિંહ ચઢ્ઢા’એ  હોલીવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગંપ’ નું રિમિક્સ છે આ મુવીમાં આમિર ખાનની સાથે કરીના કપૂર અને મોના સિંહે કામ કર્યું છે. જ્યાં અક્ષય કુમારની ‘રક્ષાબંધન’ દહેજ પ્રથા પર વાત કરે છે આ મુવીમાં તેની સાથે ભૂમિ પેડનેકર અને સદીયા ખતીબ છે.

Back to top button