ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

રક્ષાબંધન વિશેષ: બહેનને આત્મનિર્ભર બનાવવા માટે આપી શકો છો આ ભેટ, સૌથી સસ્તી અને ભવ્ય

Text To Speech

રક્ષાબંધન પર ભાઈ બહેનને કોઈને કોઈ ભેટ આપતો રહેતો હોય છે. તમે પણ જો બહેનને કોઈ ભેટ આપવાનું વિચાર કરી રહ્યા હોવ તો ચોક્કસથી એકવાર તેમના જીવનની સુરક્ષા માટે તેમજ તેમના બચત માટેની ઉત્તમ ભેટ આપી શકો છો, જે તમારી બહેનને આત્મનિર્ભર પણ બનાવી શકે છે. હાલના સમયમાં મોંઘી ગિફ્ટ કે કોઈ પણ બીજી વસ્તુઓથી બહેન ખુશ થઈ શકે તેમ નથી. તેવી સ્થિતિમાં તમારે જો બહેનને આપવું હોય તો ફાયનાન્સિયલ ગિફ્ટ આપી શકો છો. જેમાં સેવિંગ અને લાઈફ ઈન્સ્યોરન્સથી લઈ બીજી શું ગિફ્ટ આપી શકો આવો હવે તમને જણાવીએ.

1. બહેન માટે સેવિંગ એકાઉન્ટ

જો તમારી બહેન પાસે કોઈ સેવિંગ એકાઉન્ટ નથી, તો રક્ષાબંધનથી વધુ સારો પ્રસંગ કોઈ હોઈ શકે નહીં. તમે તમારી બહેનને જ સેવિંગ એકાઉન્ટ ખોલાવી આપો અને તેને ભેટ તરીકે આપો. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક જેવી ઘણી બેંકો મહિલાઓ માટે વિશેષ ખાતાઓ ચલાવે છે. બહેન માટે ખાતું ખોલાવીને તેમને પાસબુક ભેટમાં આપી શકાય છે. આ ખાતાઓ પર નિયમિત ખાતા કરતાં વધુ સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેનાથી બહેનને બચત માટે પણ સરળતા રહેશે.

આ પણ વાંચો : રક્ષાબંધને પૂજા પહેલાં જોઈ લો કે તમારી થાળીમાં આ વસ્તુઓ છે કે નહીં, વાંચો સાધન-સામગ્રીનું લિસ્ટ

2. વીમા પૉલિસી

બહેન માટે વીમા પૉલિસીની ભેટ પણ એક શ્રેષ્ઠ વિકલ્પ હશે. જો તમે ઇચ્છો તો જીવન વીમો અથવા આરોગ્ય વીમો આપો તો તે બંને યોગ્ય રહેશે. આ પ્રકારની પોલિસી રોકડની તંગી અથવા કોઈપણ સ્વાસ્થ્ય કટોકટીમાં ઘણી અસરકારક સાબિત થશે. પૈસાની અછતના કિસ્સામાં, કોઈને ક્યાંયથી લોન લેવાની અથવા કોઈની પાસેથી લોન લેવાની જરૂર નથી. હોસ્પિટલમાં સારવાર માટે ક્યાંયથી પૈસા ઉભા કરવા પડશે નહીં. તમે પ્રીમિયમ જાતે ભરીને તમારી બહેનને પોલિસી આપો તો તેનાથી ઉત્તમ કોઈ જ વસ્તુ ન હોય શકે.

3. પરફેક્ટ રોકાણ માટે યોજના

તમે તમારી બહેન માટે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) ખોલી શકો છો. આ પ્લાનમાં તમે દર મહિને પૈસા જમા કરો છો અને તમારી બહેનને રિડીમનો લાભ આપી શકો છો. આ દ્વારા, તમારે મ્યુચ્યુઅલ ફંડ પ્લાનમાં દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરવી પડશે, જેમાંથી પાકતી મુદત પર વળતરના રૂપમાં સારી રકમ એકત્રિત કરી શકાય છે. જેનાથી લાંબાગાળે બહેનને માટે બહેન જાતે જ કોઈ સારી ભેટ લઈ શકે છે.

આ પણ વાંચો : ભૃગુસંહિતાના વિશેષજ્ઞના જણાવ્યા પ્રમાણે 12મી એ રક્ષાબંધન ન ઉજવી શકાય, જાણો કારણ

4. શેર અથવા સ્ટોક ટ્રાન્સફર

જો તમે બહેનને ખરેખર આત્મનિર્ભર બનાવવા માંગતા હોવ તો તમારી બહેનના ડીમેટ ખાતામાં કેટલાક શેર ટ્રાન્સફર કરો. આ સાથે બહેનને શેરનો લાભ જ્યારે તેના ભાવમાં વધારો થશે ત્યારે મળશે. થોડીક પેપરવર્ક કર્યા પછી અને ડિપોઝિટરીમાં થોડી માહિતી આપ્યા પછી તમે સરળતાથી બહેનના ડીમેટ ખાતામાં શેર ટ્રાન્સફર કરી શકો છો. તેનાથી લાંબા ગાળે બહેનની આવકમાં વધારો થશે અને તે આત્મનિર્ભર પણ બની શકે છે.

આ પણ વાંચો : નવા યુગમાં આવી ડિજિટલ રાખડી, તમે જોઇ કે નહીં Q-R Code વાળી રાખડી ?

5. ગોલ્ડ ETF માં રોકાણ

આ રક્ષાબંધન તમે તમારી બહેનને ગોલ્ડ ETF માં રોકાણ કરવામાં મદદ કરી શકો છો. ગોલ્ડ ઇટીએફ એ ભૌતિક સોનાના એકમો છે જેનો નેશનલ સ્ટોક એક્સચેન્જમાં વેપાર થાય છે. જેમ તમે કોઈ કંપનીનો સ્ટોક ખરીદો છો, તેમ તમે ગોલ્ડ ઇટીએફ પણ ખરીદી શકો છો. તમે આમાં તમારી બહેનને મદદ કરી શકો છો. ગોલ્ડ ઇટીએફના એક યુનિટની કિંમત બજારમાં સોના જેટલી જ છે. તેથી બહેનને સોનું આપવાની જેમ ગોલ્ડ ઇટીએફમાં રોકાણ પણ કરવામાં આવે છે.જેથી બહેનને ગોલ્ડનો શોખ પણ પુરો થઈ જાય અને સારી ભેટ પણ મળી શકે છે.

Back to top button