અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

રક્ષાબંધન નિમિત્તે AMTSની બહેનોને ભેટઃ આ વર્ષે પણ ફ્રીમાં મુસાફરી

  • મહિલા પેસેન્જર્સને રક્ષાબંધને મળશે ફ્રી મુસાફરીનો લ્હાવો
  • AMTS બસ સેવા શહેરના ખૂણેખાંચરે પેસેન્જર્સને ઉપલબ્ધ છે
  • ચાંદખેડાના સારથી બંગલોઝ ટર્મિનસના લોકાર્પણની સાથે મહિલા બસનો પ્રારંભ

અમદાવાદઃ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમને લઈને આવનારો રક્ષાબંધનનો તહેવાર આ વખતે 30 ઓગસ્ટે ઊજવાશે. બેન્કો દ્વારા પણ તે દિવસે જાહેર રજા રખાઈ છે. રક્ષાબંધન નિમિત્તે AMTSના સત્તાવાળાઓ દ્વારા મહિલા પેસેન્જર્સને ખાસ ખુશખબરી અપાશે. આ પવિત્ર તહેવારને ઊજવવા માટે પોતાના લાડકા વીરાને રક્ષાસૂત્ર બાંધવા જનારી બહેનો આખો દિવસ AMTSમાં ફ્રી મુસાફરી કરી શકશે. AMTSના ભાજપના શાસકો સતત બીજા વર્ષે મહિલા પેસેન્જર્સને રક્ષાબંધને ફ્રી મુસાફરીનો લહાવો આપવાના છે.
AMTS બસ સેવા શહેરના ખૂણેખાંચરે પેસેન્જર્સને ઉપલબ્ધ છે.

રક્ષાબંધન નિમિત્તે AMTSની બહેનોને ભેટઃ આ વર્ષે પણ ફ્રીમાં મુસાફરી hum dekhenge news

શહેરના આસપાસના ગામ સુધી પણ પહોંચે છે AMTS

હવે તો શહેરની આજુબાજુનાં ગામો જેવાં કે, દેવડી, વિવેકાનંદનગર, વિનોબાભાવેનગર, રજોડા પાટિયા, બારેજા આંખની હોસ્પિટલ, આરોહી હોમ્સ, રાંચરડા, શીલજ, બોપલ, લીલાપુર, જાસપુર, કુંજાડ, વાંચ, ગતરાડ, ચોસર, મોટી ભોયણી ચોકડી, ડભોડા, લપકામણ, પાલડી-કાંકજ, શેરથા, નાંદેજ-બારેજડી, ખાત્રજ ચોકડી, ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ, વિશાલા ટાઉનશિપ, ત્રિમંદિર, કા‌સિન્દ્રાના પેસેન્જર્સને પણ AMTSનો લાભ મળી રહ્યો હોઈ રોજના 4.27 લાખથી વધુ પેસેન્જર્સ મુસાફરી કરે છે.

બે લાખ મહિલા પેસેન્જર્સને મળશે લાભ

AMTSના રોજના 4.27 લાખથી વધુ પેસેન્જર્સ પૈકી બે લાખ જેટલા મહિલા પેસેન્જર્સ હોઈ આ મહિલાઓને રક્ષાબંધને ફ્રી મુસાફરીનો લાભ મળી શકે તે માટે 29 ઓગસ્ટે મળનારી ટ્રાન્સપોર્ટ કમિટીની બેઠકમાં આને લગતી દરખાસ્ત મુકાઈ હોવાનું AMTSના ચેરમેન વલ્લભ પટેલ જણાવે છે.

રક્ષાબંધન નિમિત્તે AMTSની બહેનોને ભેટઃ આ વર્ષે પણ ફ્રીમાં મુસાફરી hum dekhenge news

ચાંદખેડા-ઝુંડાલ ટર્મિનસનું લોકાર્પણ

AMTSના ચેરમેન વલ્લભ પટેલ વધુમાં જણાવે છે કે આવતી કાલે નવાં રંગરૂપ અપાયેલા ચાંદખેડા-ઝુંડાલના ટર્મિનસનું મેયર કિરીટ પરમારના હસ્તે લોકાર્પણ કરાશે. સવારના 11.00 વાગ્યે ચાંદખેડાના સારથી બંગલોઝ ટર્મિનસના લોકાર્પણની સાથે મહિલા બસનો પ્રારંભ પણ કરાશે. AMTSના અત્યારે જમાલપુર, પાલડી, મેમનગર, નારણપુરા, શ્રીનાથ, અચેર, વસ્ત્રાલ, મેમ્કો અને ભૈરવનાથ એમ નવ ડેપો અને લાલ દરવાજા, પાલડી, વાસણા, જૂના વાડજ, અખબારનગર, સારંગપુર, મણિનગર, હાટકેશ્વર, નરોડા, ભક્તિ સર્કલ અને સાર‌િથ બંગલોઝ એમ કુલ ૧૨ ટર્મિનસ છે.

બે મહિલા બસને લીલી ઝંડી

29 ઓગસ્ટના રોજ સવારે બે મહિલા બસને પણ મેયર કિરીટ પરમાર લીલી ઝંડી દાખવશે. વર્તમાન ચેરમેનના કાર્યકાળમાં પહેલી વખત મહિલા બસનો નવતર પ્રયોગ હાથ ધરાઈ રહ્યો છે. જો આ પ્રયોગને સફળતા મળશે તો શાસકો મહિલા બસની વધુ ટ્રિપ શરૂ કરશે.

રૂટ નંબર-401 વાસણાથી ચાંદખેડા સવારે મહિલા બસ દોડશે

રૂટ નંબર-401 કે જે વાસણાથી ચાંદખેડાનો છે તેમાં સવારના 8.55 વાગ્યે મહિલા બસ ચાંદખેડાથી દોડશે, જ્યારે સવારના 9.10 વાગ્યે વાસણાથી મહિલાઓ માટેની વિશેષ બસ દોડશે. સાંજના 5.55 વાગ્યે ચાંદખેડાથી અને સાંજના 6.00 વાગ્યે વાસણાથી મહિલા બસ ઉપલબ્ધ થશે.

આ પણ વાંચોઃ Raksha Bandhan 2023: રાખડીના ભાવમાં વધારો છતાં બજારોમાં ધૂમ ખરીદી

Back to top button