ટ્રેન્ડિંગમનોરંજન

રાખી સાવંતના પતિ આદિલ ખાનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

Text To Speech

બોલીવુડની ડ્રામા ક્વીન રાખી સાવંત છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. રાખીએ લગભગ 8 મહિના પહેલા આદિલ ખાન સાથે લગ્ન કર્યા હતા. જોકે, તાજેતરમાં જ તેણે આદિલ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવતી FIR નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે આદિલની ધરપકડ કરી હતી. આજે પોલીસે તેને અંધેરી કોર્ટમાં રજૂ કર્યો, ત્યારબાદ, કોર્ટે આદિલને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે.

ઘરેલું હિંસાની સાથે રાખીએ આદિલ પર અન્ય યુવતી સાથે અફેર હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. રાખી ઘણી વખત પાપારાઝીના કેમેરા સામે આ વિશે ખુલીને બોલતી જોવા મળી હતી. બીજી તરફ, 6 ફેબ્રુઆરીએ તેણે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ 7 ફેબ્રુઆરીએ પોલીસે આદિલની ધરપકડ કરી હતી

આદિલ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં

પોલીસે આદિલને અંધેરી કોર્ટમાં રજૂ કર્યો હતો અને ત્યારબાદ કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. હવે આ મામલે બીજું શું થાય છે તે જોવાનું રહેશે. તમને જણાવી દઈએ કે, જ્યારે આદિલને કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો, ત્યારે એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં પોલીસ તેને કોર્ટની અંદર લઈ જઈ રહી છે.

રાખીએ આદિલની ગર્લફ્રેન્ડનો ખુલાસો કર્યો હતો

થોડા દિવસો પહેલા રાખી સાવંતે પાપારાઝી સાથે વાત કરતા આદિલ ખાનની ગર્લફ્રેન્ડનું નામ જાહેર કર્યું હતું. રાખીએ તનુ નામની છોકરીનો ઉલ્લેખ કર્યો હતો અને તેણે કહ્યું હતું કે આદિલે તેને તે યુવતી સાથે અફેરના કારણે છોડી દીધાનો આરોપ લગાવ્યો હતો. જોકે, જ્યારથી રાખી અને આદિલના લગ્નનું સત્ય સામે આવ્યું છે ત્યારથી આ મામલો ચર્ચામાં છે. પહેલા આદિલ આ લગ્નને સ્વીકારતો ન હતો, પરંતુ બાદમાં તેણે આ સંબંધનો સ્વીકાર કર્યો અને બંને સાથે આવ્યા. અને હવે આ મામલે દિવસે-દિવસે નતનવા વળાંક આવી રહ્યા છે.

Back to top button