મનોરંજન

રાખી સાવંતનું ફરી તૂટ્યું દિલ, અભિનેત્રીનું છલકાયું દર્દ

Text To Speech

ડ્રામા ક્વીન તરીકે જાણીતી રાખી સાવંત લાંબા સમયથી તેના બોયફ્રેન્ડ આદિલ દુર્રાનીને લઈને ચર્ચામાં છે. તે દરરોજ આદિલ સાથે પોઝ આપતી જોવા મળે છે, પરંતુ હવે લાગે છે કે તેના આ બોયફ્રેન્ડે પણ તેની સાથે દગો કર્યો છે. રાખી સાવંત હાલમાં જ આદિલને લેવા માટે એરપોર્ટ પર પહોંચી હતી, પરંતુ કલાકો સુધી રાહ જોવા છતાં પણ આદિલ આવ્યો નહોતો. રાખી સાવંતનું દિલ ફરી એકવાર તૂટી ગયું અને તેણે બહાર આવી મીડિયામાં પોતાની આપવીતી જણાવી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ફરી એકવાર રાખીનું થયું બ્રેકઅપ  

રાખી સાવંત હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તેણે સૂટ પહેર્યો હતો અને ઘણો મેકઅપ કર્યો હતો. પરંતુ રાખીની આંખના મેકઅપની હાલત ખરાબ થઈ ગઈ છે. તેણીએ પોતે કહ્યું કે, તે એરપોર્ટ આદિલ દુર્રાની રાહ જોતી રહી હતી. પરંતુ તે આવ્યો નહીં. રાખી  બે કલાક સુધી રડતી રહી અને તેની આંખનો મેકઅપ બગડી ગયો. રાખીનો આ વીડિયો સામે આવ્યા બાદ લોકોને લાગે છે કે મિકા અને રિતેશ પછી ફરી એકવાર રાખી છેતરાયી છે.

આદિલ રાખીને મળવા આવ્યો ન હતો

અભિનેત્રી રાખી સાવંત આ વીડિયોમાં કહેતી જોવા મળે છે કે, તે આટલી તૈયાર આદિલ માટે થઈ હતી અને  કાજલ ફ્લાઇટમાં અઢી કલાક સુધી રડતા રડતા તેનું કાજલ ફેલાય ગયું હતું. કેટલાક પાપારાઝીએ કહ્યું કે, તમારે આદિલ સાથે એક વખત વીડિયો કોલ દ્વારા વાત કરવી જોઈએ, જેના પર રાખીએ કહ્યું કે ના, હું હવે વાત નહીં કરું. કારણ કે ગઈ કાલે હું તેને મળવા ગઈ હતી, મેં રાહ જોઈ હતી પરતું તે ત્યાં આવ્યો નહોતો.

રાખીનો વીડિયો વાયરલ થયો છે

તમને જણાવી દઈએ કે, રાખી સાવંત સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. આ પહેલા પણ રાખીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે બૂસ્ટર ડોઝનો વિરોધ કરી રહી હતી. કારણ કે, આ ડોઝ બાદ તેની તબિયત બગડવા લાગી હતી. તેણે કહ્યું હતું કે બૂસ્ટર ડોઝમાં શિલાજીત અને વાયગ્રા મિક્સ કરવામાં આવ્યા છે. તેમજ બૂસ્ટર ડોઝ લીધા પછી તે બે રાત ઊંઘી શકી ન હતી.

Back to top button