શર્લિન ચોપરા કેસમાં રાખી સાવંતની ધરપકડ, મુંબઈ પોલીસે કરી કાર્યવાહી
રાખી સાવંતને લઈને મોટા સમાચાર આવ્યા છે. મુંબઈ પોલીસે રાખી સાવંતની અટકાયત કરી છે. શર્લિન ચોપરાએ ટ્વીટ કરીને રાખી વિશે આ માહિતી આપી છે. થોડા સમય પહેલા શર્લિન ચોપરાએ રાખી સાવંત વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં કાર્યવાહી કરીને પોલીસે રાખીને કસ્ટડીમાં લીધી છે.
શર્લિન ચોપરાએ ટ્વિટ કર્યું
19 જાન્યુઆરીએ શર્લિન ચોપરાએ ટ્વીટ કર્યું, ‘બ્રેકિંગ ન્યૂઝ અંબોલી પોલીસે FIR 883/2022ના સંબંધમાં રાખી સાવંતને કસ્ટડીમાં લીધી છે. રાખી સાવંતના ABA 1870/2022ને ગઈ કાલે મુંબઈ સેશન્સ કોર્ટે ફગાવી દીધો હતો. વાસ્તવમાં રાખી સાવંત પર આરોપ છે કે તેણે થોડા સમય પહેલા અભિનેત્રી શર્લિન ચોપરાના વાંધાજનક વીડિયો અને તસવીરો વાયરલ કરી હતી. આ પછી શર્લિને ગયા વર્ષે પોલીસમાં રાખી સાવંત વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. હવે આ કેસમાં શર્લિનની ફરિયાદ બાદ આજે અંબોલી પોલીસે રાખીની ધરપકડ કરી છે.
BREAKING NEWS!!!
AMBOLI POLICE HAS ARRESTED RAKHI SAWANT IN RESPECT WITH FIR 883/2022
YESTERDAY, RAKHI SAWANT’S ABA 1870/2022 WAS REJECTED BY MUMBAI SESSIONS COURT
— Sherlyn Chopra (शर्लिन चोपड़ा)???????? (@SherlynChopra) January 19, 2023
અભિનેત્રી રાખી સાવંત તેના લગ્ન અને માતાની બીમારીને લઈને સતત ચર્ચામાં રહે છે. આ દિવસોમાં રાખી સાવંત ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. અગાઉ આદિલ ખાને લગ્નનો ઈન્કાર કર્યો હતો. જોકે, બાદમાં તેણે લગ્નની કબૂલાત કરી હતી. ત્યાર બાદ રાખીની માતાની હાલત બીમારીના કારણે નાજુક બની જાય છે. આ પછી રાખી સાવંતે પોતાની પ્રેગ્નન્સીને લઈને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. હવે તે પોતાની ધરપકડને લઈને ચર્ચામાં આવી છે.