રાકેશ ટિકૈતની અટકાયત બાદ મુક્તિ, જાણો-શું છે મામલો ?


ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા ચૌધરી રાકેશ ટિકૈતની દિલ્હી જતી વખતે પોલીસે ગાઝીપુર બોર્ડર ખાતે અટકાયત કરી હતી. તેની જાણકારી મળ્યા બાદ મેરઠ-મુઝફ્ફરનગર સહીતના પશ્ચિમી ઉત્તરપ્રદેશના વિભિન્ન જિલ્લાઓમાં ખેડૂતો એલર્ટ થઈ ગયા હતા. પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં ખેડૂતોએ વિરોધમાં પોલીસ સ્ટેશન પર ધરણાં શરૂ કરી દીધા હતા. જો કે દિલ્હી પોલીસે બાદમાં રાકેશ ટિકૈતને ગાઝીપુર બોર્ડર ખાતે કસ્ટડીમાંથી મુક્ત કર્યા હતા.
सरकार के इशारे पर काम कर रही दिल्ली पुलिस किसानों की आवाज को नहीं दबा सकती। यह गिरफ्तारी एक नई क्रांति लेकर आएगी।
यह संघर्ष अंतिम सांस तक जारी रहेगा।#ना रुकेंगे #ना थकेंगे #ना झुकेंगे।@CPDelhi@ani@PTI_News pic.twitter.com/gw4WnFkZHM— Rakesh Tikait (@RakeshTikaitBKU) August 21, 2022
ટિકૈતે ખેડૂતોને ધરણા સમાપ્ત કરવાની અપીલ કરતા કહ્યું- સોમવારે દિલ્હીમાં તેમનો ગાંધી પીસ ફાઉન્ડેશન ખાતે કાર્યક્રમ થશે. યુપીના લખીમપુર ખાતેના ધરણા બાદ ટિકૈત દિલ્હીમાં એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. તે સમયે તેમની અટકાયત કરાઈ હતી.
યુપીમાં થયેલા ખેડૂતોના ધરણામાં પણ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે સરકાર પર પ્રહારો કરતા કહ્યુ હતું કે, લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યા બાદ પણ દોષી ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને સરકારે હોદ્દા પરથી હટાવ્યા નથી કે તેમની ધરપકડ કરી નથી .યુપીમાં ખેડૂતો માટે વીજળી પણ મોંઘી છે. જો કોઈ ટ્યુબવેલ પર મીટર લગાવે તો ઉખાડીને ફેંકી દેજો. પોલીસ અને પ્રશાસન ભાજપના એજન્ટ બનીને કામ કરી રહ્યા છે.