દિવાળીમાં ગુરૂ-શનિની વક્રી ચાલથી 3 રાશિઓનો રાજયોગ, કોને થશે ફાયદો?


- ગુરૂ-શનિની વક્રી ચાલ ત્રણ રાશિના લોકોના જીવનમાં ઘણો આર્થિક લાભ થવાની સંભાવનાઓ ઊભી કરી રહી છે
HD ન્યુઝ ડેસ્કઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ અઢી વર્ષ અને ગુરૂ ગ્રહ એક વર્ષના સમયગાળામાં રાશિ પરિવર્તન કરે છે. હાલમાં શનિ અને ગુરૂ બંને ગ્રહ વક્રી ચાલ ચાલી રહ્યા છે. હાલમાં શનિ સ્વંયની રાશિ કુંભમાં વક્રી અવસ્થામાં છે અને ગુરૂ વૃષભ રાશિમાં વક્રી અવસ્થામાં છે. દિવાળી સમયે પણ આ બંને ગ્રહ વક્રી અવસ્થામાં રહેશે. આ ખાસ અવસર 3 રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થશે.
વૃષભ (બ,વ,ઉ)
ગુરૂ-શનિની વક્રી ચાલ વૃષભ રાશિના લોકોના જીવનમાં ઘણો આર્થિક લાભ થવાની સંભાવનાઓ ઊભી કરી રહી છે. આ રાશિના બેરોજગાર લોકોને પણ તેમની ઈચ્છિત નોકરી મળવાની પ્રબળ સંભાવના છે. નોકરીયાત લોકોના કાર્યસ્થળ પર ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ આવશે. વેપારમાં આવકના નવા સ્ત્રોત બનશે, જેનાથી ખુશીઓ મળશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
ધન રાશિના જાતકો માટે ગુરૂ અને શનિની વક્રી ચાલ લાભદાયક રહેશે. આ રાશિના જાતકોને તેમના કાર્યક્ષેત્રમાં અપેક્ષા કરતાં વધુ સારી સફળતા મળશે. આ સિવાય કરિયરમાં પણ પ્રગતિની શક્યતાઓ બની રહી છે, જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. પ્રવાસ અને આર્થિક મજબૂતાઈ મળશે.
કુંભ (ગ,સ,શ,ષ)
શનિ અને ગુરૂની વક્રી ચાલ કુંભ રાશિના લોકોના જીવન પર સકારાત્મક અસર કરશે. આ રાશિના લોકોના બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રહેશે. આ ઉપરાંત આર્થિક મજબૂતી મળવાથી તણાવ પણ ઓછો થશે. સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. સામાજિક માન-સન્માન વધશે.
આ પણ વાંચોઃ દિવાળી પહેલા ઘરના મંદિરમાં રાખો શંખ, મા લક્ષ્મી થશે પ્રસન્ન