ભિવાની હત્યાકાંડઃ CM ગેહલોતે પીડિત પરિવારોને મળ્યા, ન્યાયની આપી ખાતરી
હરિયાણાના ભિવાનીમાં સળગેલી બોલેરોમાં રાજસ્થાનના જુનેદ અને નાસિર નામના હાડપિંજર મળી આવ્યા હતા.16 ફેબ્રુઆરીએ બનેલી ઘટનાને લઈ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ જાણકારી તેમણે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા આપી હતી.
कुछ दिन पहले मैंने हरियाणा में हिंसा का शिकार होकर जान गंवाने वाले जुनैद एवं नासिर के परिवारों से मुलाकात की। इस जघन्य अपराध के पीड़ितों न्याय दिलाने के लिए राजस्थान पुलिस पूरा प्रयास कर रही है एवं न्याय सुनिश्चित किया जाएगा। pic.twitter.com/sBc1isz72T
— Ashok Gehlot (@ashokgehlot51) February 21, 2023
અશોક ગેહલોતે ટ્વીટ કર્યું, ‘થોડા દિવસો પહેલા હું હરિયાણામાં હિંસાનો ભોગ બનેલા જુનૈદ અને નાસિરના પરિવારોને મળ્યો હતો. રાજસ્થાન પોલીસ આ જઘન્ય અપરાધનો ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવાના તમામ પ્રયાસો કરી રહી છે અને ન્યાય સુનિશ્ચિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભિવાનીમાં જુનૈદ-નાસિર હત્યા કેસનો મામલો વધુ ગરમાયો છે. આ મામલે વિપક્ષ સતત અશોક ગેહલોત સરકાર પર હુમલો કરી રહ્યો હતો, કારણકે અત્યાર સુધી અશોક ગેહલોત કે સચિન પાયલટ પીડિત પરિવારને મળવા આવ્યા ન હતા. જો કે, આ બાબતે અશોક ગેહલોતે ટ્વીટ કરીને માહિતી આપી છે કે તેઓ મૃતકોના પરિવારજનોને મળ્યા હતા અને તેમને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.
અશોક ગેહલોતે ઘટનાને નિંદનીય ગણાવી
આ હત્યાકાંડના થોડા દિવસો બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ મામલે ટિપ્પણી કરી હતી. શુક્રવારે, 17 ફેબ્રુઆરીએ, આરોપીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ આપતા, સીએમ ગેહલોતે આ ઘટનાને નિંદનીય ગણાવી. તે જ સમયે, રાજસ્થાન અને હરિયાણા પોલીસના સંકલન સાથે કામ કરવાની વાત થઈ હતી.
ઓવૈસી પણ પીડિત પરિવારને મળ્યા હતા
આ પહેલા AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પણ પીડિત પરિવારને મળવા આવ્યા હતા અને માતા-પિતા સાથે વાત કરી હતી. ઓવૈસીના આગમન બાદ પરિવારના ઘરની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.
શું છે ભિવાની હત્યાકાંડ?
16 ફેબ્રુઆરીના રોજ, ભરતપુરના રહેવાસી નાસિર અને જુનૈદના મૃતદેહ હરિયાણાના લોહારુમાં સળગી ગયેલા વાહનમાંથી મળી આવ્યા હતા. આરોપ છે કે એક દિવસ પહેલા કેટલાક ‘ગૌરક્ષકો’ તેમને કથિત રીતે ઉપાડી ગયા હતા. મૃતકના સંબંધીઓની ફરિયાદના આધારે, પાંચ નામાંકિત લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને રાજસ્થાન પોલીસે એક આરોપી રિંકુ સૈનીની ધરપકડ કરી હતી. હવે આગળની કાર્યવાહી ચાલુ છે.