મધ્ય ગુજરાતસ્પોર્ટસ
રાજપથ કલબના ખેલાડીઓનો ISSO નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ડંકો


ખેલકૂદ ક્ષેત્રે અમદાવાદના ખેલાડીઓમાં મોટી સફળતા મેળવી છે. ISSO નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપ પૂણે ખાતે 27 અને 28 સપ્ટેમ્બર 2022માં યોજાઈ હતી. આ નેશનલ ચેમ્પિયનશિપમાં 300 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં કુલ 09 વિદ્યાર્થીઓએ 22 રાષ્ટ્રીય ચંદ્રકો જીત્યા છે.
હાર્દિક પટેલ રાજપથ ક્લબ લિમિટેડમાં મુખ્ય સ્વિમિંગ કોચ છે અને લાંબા સમયથી ખેલાડીઓને તૈયાર કરી રહ્યા છે. જેમાં રાજપથ ક્લબમા તાલીમ લઈ તૈયાર થયેલા છે.
આ પણ વાંચો : એલિસબ્રીજ જીમખાના દ્વારા યોજાઈ સ્વિમિંગ કોમ્પિટિશન, 500થી વધુ લોકોએ લીધો ભાગ
આ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
- જહાં પટેલ – 3 ગોલ્ડ મેડલ
- અરહાન હર્ષ – 3 ગોલ્ડ મેડલ
- આયશા પટેલ – 3 ગોલ્ડ મેડલ
- નિવાન અમીન – 2 સિલ્વર મેડલ
- ઋષિકા પટેલ – 2 સિલ્વર મેડલ
- અનાયા પટેલ – 2 સિલ્વર મેડલ, 2 બ્રોન્ઝ મેડલ
- જિયાના પટેલ – 2 સિલ્વર મેડલ
- વીવા શાહ – 2 સિલ્વર મેડલ
- અયાન ગુપ્તા – 1 સિલ્વર મેડલ
આ પણ વાંચો : રાજપથ ક્લબ દ્વારા Inter Club Swimming Competition 2022ના વિનર્સનું સન્માન