ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજૌરી એન્કાઉન્ટર: વીરગતિ પામેલા 5 જવાનોને શ્રદ્ધાંજલિ, દેશના વીરોને સલામ

  • જમ્મુ-કાશ્મીરના LG મનોજ સિન્હાએ જવાનોને શ્રધ્ધાંજલી આપી
  • અમે અમારા આર્મીના જવાનો ગુમાવ્યા છે પરંતુ અમે આતંકવાદીઓને ખતમ કરી દીધા છે-  કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી
  • આર્મી જનરલ હોસ્પિટલ રાજૌરી ખાતે સેના દ્વારા પુષ્પાંજલિ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

જમ્મુ-કાશ્મીર, 24 નવેમ્બર: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સામે લડતા સુરક્ષા દળોના પાંચ જવાન વીરગતિ પામ્યા હતા. આ અથડામણમાં સેનાના 2 અધિકારીઓ અને 3 જવાનો વીરગતિ પામ્યા હતા. આર્મી જનરલ હોસ્પિટલ રાજૌરી ખાતે સેના દ્વારા પુષ્પાંજલિ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીરગતિ પામેલા આર્મી જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને સેનાના વરિષ્ઠ અધિકારીઓએ તમામ સૈનિકોને રાજ્ય સન્માન સાથે શ્રદ્ધાંજલિ આપી છે. તેઓ અશ્રુભીની આંખો સાથે તમામ સૈનિકોને અંતિમ વિદાય આપતા જોવા મળ્યા હતા. હવે શહીદ જવાનોના મૃતદેહ તેમના પરિવારને પહોંચાડવાનું કામ કરવામાં આવશે. જે પરિવારોએ તેમના પુત્રો, પિતા અથવા પતિ ગુમાવ્યા છે તેઓ શોકમાં છે.

જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ શુક્રવારે રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન વિસ્ફોટમાં જીવ ગુમાવનારા પાંચ સૈન્ય જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. વીડિયોમાં એલજી સૈન્યના પાંચ જવાનોના નશ્વર અવશેષો પર પુષ્પાંજલિ અર્પણ કરતા અને એક પછી એક સલામી આપતા જોવા મળ્યા હતા.

શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના ગીચ જંગલ વિસ્તારમાં સૈનિકો દ્વારા ઘેરાયેલા આતંકવાદીઓએ વિસ્ફોટ કર્યો ત્યારે સેનાના પાંચ અધિકારીઓ વીરગતિ પામ્યા હતા. ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)ના કારણે થયેલા વિસ્ફોટમાં અન્ય એક અધિકારી ઘાયલ થયા હતા. રાજૌરી અથડામણમાં વીરગતિ પામેલા જવાનોનાં નામ કેપ્ટન શુભમ, કેપ્ટન એમવી પ્રાંજિલ, લાન્સ નાઈક સંજય બિષ્ટ, હવાલદાર મજીદ અને પેરાટ્રૂપર સચિન છે. કેપ્ટન શુભમ ગુપ્તાના પિતા બસંત ગુપ્તાએ કહ્યું હતું કે, બે દિવસ પહેલા તેમણે તેમના પુત્ર સાથે વાત કરી હતી ત્યારે તેણે કહ્યું હતું કે, હું એક મિશન પર છું. મિશન પૂરું થયા પછી હું લગ્ન કરીશ.

ઉત્તરી સેનાના લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શહીદોને પુષ્પાંજલી અર્પી

રાજૌરી અથડામણ બાદ ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, અમે અમારા આર્મીના જવાનો ગુમાવ્યા છે પરંતુ અમે આતંકવાદીઓને ખતમ કરી દીધા છે. અમારા બહાદુર સૈનિકોએ તેમના પોતાના જીવનનો વિચાર કર્યા વિના પ્રશિક્ષિત વિદેશી આતંકવાદીઓને ખતમ કરવાનું કામ કર્યું છે. આ એક મોટી સફળતા છે. જેનાથી આતંકવાદીઓની ઈકો-સિસ્ટમ અને પાકિસ્તાનને આંચકો મળ્યો છે. આ વિસ્તારમાં 20-25 આતંકવાદીઓ કાર્યરત હોઈ શકે છે. આપણે એક વર્ષમાં પરિસ્થિતિને કાબૂમાં લઈ શકીશું.

જમ્મુ અને કાશ્મીરના પુંછમાં સેનાના જવાનો અને સ્થાનિકોએ રાજૌરી અથડામણ દરમિયાન આતંકવાદીઓ સામે લડતા જીવ ગુમાવનાર હવાલદાર અબ્દુલ મજીદને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચો, ધરમપુરમાં ઓવરલોડ રિક્ષા પલટી ખાતા બે મુસાફરોના ઘટના સ્થળે મૃત્યુ, આઠ લોકો ઘાયલ

Back to top button