રાજનાથ સિંહે અક્ષય કુમાર સાથે જોઈ ‘સ્કાય ફોર્સ’, સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આવ્યા એરફોર્સ ઓફિસર
- ગઈકાલે દિલ્હીમાં સ્કાય ફોર્સ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના સંરક્ષણ મંત્રી અને વાયુસેનાના અધિકારીઓએ ફિલ્મ નિહાળી હતી
HD ન્યુઝ ડેસ્કઃ અભિનેતા અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ હાલમાં ચર્ચામાં છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે વીર પહાડિયા, સારા અલી ખાન અને નિમરત કૌર જેવા સ્ટાર છે . મંગળવારે દિલ્હીમાં ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના સંરક્ષણ મંત્રી અને વાયુસેનાના અધિકારીઓએ ફિલ્મ નિહાળી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અભિનેતા અક્ષય કુમારે સાથે બેસીને ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ જોઈ હતી, જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. એટલું જ નહીં રાજનાથ સિંહે પણ ફિલ્મના વખાણ કર્યા છે.
#WATCH | Defence Minister Rajnath Singh, CDS General Anil Chauhan and other officials attend the special screening of Akshay Kumar’s starrer ‘Sky Force’ at Air Force Auditorium, Delhi pic.twitter.com/DEOKowQzjO
— ANI (@ANI) January 21, 2025
ટ્વિટર પર સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો પોસ્ટ કરતા રાજનાથ સિંહે લખ્યું છે કે, ‘સ્કાય ફોર્સ’ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં CDS અને ત્રણ સર્વિસ ચીફ હાજર રહ્યા. આ ફિલ્મ 1965ના યુદ્ધ દરમિયાન ભારતીય વાયુસેનાની બહાદુરી, હિંમત અને બલિદાન દર્શાવે છે. ‘સ્કાય ફોર્સ’ ફોર્સ બનાવવા માટે ફિલ્મના નિર્માતાઓની હું પ્રશંસા કરું છું.
ઉલ્લેખનીય છે કે, સ્કાય ફોર્સ 24 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વીર પહાડિયા આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તો વીરની એક્સ ગર્લફ્રેન્ડ સારા અલી ખાન ફિલ્મની મુખ્ય અભિનેત્રી છે. ફિલ્મના મેકર્સ અને કલાકારો હાલ પ્રમોશનમાં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અક્ષય કુમારની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ રહી છે. આ વર્ષે તેની પ્રથમ ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ પાસેથી ઘણી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
Joined CDS and three service chiefs at the special screening of ‘Sky Force’. The film narrates the story of Indian Air Force’s bravery, courage and sacrifice during the 1965 War. I laud the makers of the film for their efforts. pic.twitter.com/a6NBB7Qkto
— Rajnath Singh (@rajnathsingh) January 21, 2025
સ્કાય ફોર્સની વાર્તા
ફિલ્મ સ્કાય ફોર્સ 1965ના ભારત-પાકિસ્તાન હવાઈ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના સરગોધા એરબેઝ પર ભારતે કરેલા જવાબી હુમલાની મનોરંજક વાર્તા છે. આ ફિલ્મને અભિષેક અનિલ કપૂર અને સંદીપ કેવલાનીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ગણતંત્ર દિવસ પહેલા સિનેમાઘરોમાં આવશે.
આ પણ વાંચોઃ સૈફ અલી ખાનને મોટો ફટકો, 15000 કરોડની સંપત્તિ થઈ શકે છે જપ્ત! જાણો સમગ્ર મામલો