નેશનલ

હોળીના પર્વ પર રાજનાથ સિંહ અમેરિકન સેક્રેટરી સાથે ઝુમતા દેખાયા, જુઓ વીડિયો

આજે હોળીનો પર્વ છે ત્યારે નેતા-અભિનેતા પણ આ પર્વની ઉમંગભેર ઉજવણી કરી રહ્યા છે. એવામાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અમેરિકન સેક્રેટરી જીના રાયમોંડો સાથે ડાન્સ કરતા જોવા મળ્યાં. વિડીયોમાં બંને એકબીજાના હાથ પકડીને ડાન્સ કરતા જોવા મળ્યાં. આ વિડીયો ઝડપથી વાઈરલ થઇ રહ્યો છે. રાજનાથ સિંહનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તે અમેરિકન સેક્રેટરી જીના રાયમોંડો સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

આખો દેશ હોળીના રંગમાં રંગાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં મોદી સરકારમાં મંત્રીઓ કેવી રીતે પાછળ રહી શકે. આજે, વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર અને કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને હોળીની ઉજવણીમાં હાજરી આપી હતી. અમેરિકન સેક્રેટરી જીના રાયમોંડો પણ સમારોહમાં હાજર રહી હતી. આ દરમિયાન રાજનાથ સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે અમેરિકન સેક્રેટરી સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : આદિવાસી સમાજમાં આ ખાસ રીતે ઉજવાય છે હોળી, જાણો શું છે તેનું મહત્વ

રક્ષા મંત્રી રાજનાથ સિંહના ઘરે હોળીના અવસર પર કલાકારોએ પણ ડાન્સ કર્યો હતો. આ પર્વ અમેરિકન સેક્રેટરી જીના રાયમોંડોએ  કહ્યું કે અહીં આવવું મારા માટે સન્માનની વાત છે અને અહીં મારું સ્વાગત કરવામાં આવ્યું… તે અદ્ભુત છે. હેપ્પી હોળી.

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસએ જાણો ભારતની સૌથી શક્તિશાળી મહિલા રાજનેતાઓ વિશે

બધાને હોળીની શુભકામનાઓ – એસ જયશંકર

હોળીના પર્વ નિમિત્તે વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે કહ્યું કે બધાને હોળીની શુભેચ્છા. અમે અહીં આવેલા અમેરિકન સેક્રેટરી સાથે હોળીનો પર્વ ઉજવ્યો છે. હોળી પર કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે તમામ દેશવાસીઓને હોળીની શુભકામનાઓ. સમગ્ર દેશમાં નવા ઉત્સાહ સાથે અમૃત કાલમાં પ્રવેશી રહ્યો છે. એનાથી મને વિશ્વાસ થાય છે કે વિશ્વ આપણી સાથે છે અને વિશ્વની આશાઓ અને અપેક્ષાઓ આપણી સાથે છે.

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ : જાણો આ દિવસનો ઈતિહાસ અને શા માટે 8 માર્ચે જ ઉજવાય છે

સાથે મળીને આ પર્વ ઉજવીએ અને દેશને આગળ લઈ જઈએ – અનુરાગ ઠાકુર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે દેશવાસીઓને હોળીની શુભકામના. હોળીનો પર્વ ભાઈચારો અને પ્રેમ વધારવાનો અવસર આપે છે, તો આ અવસરને આપણે એકબીજા સાથે મળીને ઉજવીએ અને દેશને પણ આગળ લઈ જઈએ.

Back to top button