ટોપ ન્યૂઝનેશનલ

કોણ છે રાજકુમારી દિયા કુમારીઃ જાણો-તાજમહેલ પર દાવાનો શું છે વિવાદ ?

Text To Speech

દેશભરમાં ચાલી રહેલા તાજમહેલના વિવાદને લઈ અત્યાર માત્ર એક જ નામ ચર્ચામાં છે, રાજકુમારી દિયા કુમારી. જયપુરના રાજપરિવારના તેમજ ભારતીય જનતા પાર્ટીના સાંસદ દિયા કુમારીએ તાજમહેલ પર રાજપરિવારનો માલિકી હકનો દાવો કર્યો છે.
જો કે, અત્યારસુધી જે તાજમહેલને ‘તેજો મહાલય મહાદેવ મંદિર’ માનવામાં આવતું હતું, તેને રાજકુમારી દિયા સિંહે ગણાવ્યો છે પોતાનો મહેલ. રાજકુમારી દિયા સિંહ જયપુરના રાજપરિવાર સાથે સંબંધ ધરાવે છે. જેમનો દાવો છે કે, પહેલા તાજમહેલ તેમના પરિવારનો મહેલ હતો, જેના દસ્તાવેજ હાલમાં પણ તેમની પાસે છે. રાજકુમારી દિયા સિંહે તાજમહેલના બંધ તહેખાનાને ખોલવાની પણ માંગ કરી છે.

તાજમહેલ પર દાવાનો શું છે વિવાદ ?
દિયા સિંહના આ દાવાને વેગ એટલા માટે મળી રહ્યો છે કારણકે તાજમહેલ સંબંધિત મામલો હાલમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં છે. ભાજપ નેતા ડૉક્ટર રજનીશ સિંહે કોર્ટમાં અરજી કરી છે. કહેવાય છે કે તાજમહેલના 22 રૂમ એવા છે જે લાંબા સમયથી બંધ છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા તેમને ખોલવામાં આવે અને સર્વે કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. અરજીકરનાર રજનીશ સિંહનું કહેવું છે કે તાજમહેલમાં હિંદુ દેવી-દેવતાઓના શિલ્પો અને શિલાલેખો હોઈ શકે છે. જે તેના મંદિર હોવાના દાવા પર પ્રકાશ પાડી શકે છે.

તાજમહેલનો મામલો હજુ હાઈકોર્ટમાં હતો કે રાજકુમારી દિયા કુમારીએ મોટો દાવો કરીને સનસનાટી મચાવી દીધી. રાજકુમારી દિયા કુમારીએ કહ્યું કે તાજમહેલ જયપુરના પૂર્વ શાહી પરિવારનો મહેલ હતો, જેને શાહજહાંએ કબજે કર્યો હતો. દિયા કુમારીએ વધુમાં કહ્યું કે તે સમયે મુઘલોની સરકાર હતી, તેથી રાજવી પરિવાર વધુ વિરોધ કરી શક્યો ન હતો. રાજકુમારીનું ત્યાં સુધીનો દાવો છે કે,તેમના ટ્રસ્ટમાં પોતીખાનું છે, જ્યાં તેને લગતા દસ્તાવેજો રાખવામાં આવે છે. જરૂર પડે તો તે બતાવવા પણ તૈયાર છે.

કોણ છે દિયા કુમારી?
દિયા કુમારી જયપુરના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. મુઘલ સમ્રાટ અકબરના નવરત્નોમાં સમાવિષ્ટ માનસિંહ તેમનો શાહી પરિવાર હતો. તે પહેલા આમેર અને પછી જયપુર તરીકે જાણીતું હતું. પૂર્વ મહારાજ સવાઈ ભવાની સિંહનો જન્મ આ પરિવારમાં થયો હતો, જેમની પત્નીનું નામ પદ્મિની દેવી છે. જયપુર શાહી પરિવાર પોતાને ભગવાન રામના વંશજ તરીકે વર્ણવે છે. એવું કહેવાય છે કે જયપુરના પૂર્વ મહારાજા ભવાની સિંહ ભગવાન રામના પુત્ર કુશના 309મા વંશજ હતા. રાજવી પરિવારના ઘણા લોકોએ પણ આ વાત સ્વીકારી છે. મહારાજા સવાઈ ભવાની સિંહ 24 જૂન 1970થી 28 ડિસેમ્બર 1971 સુધી જયપુરના મહારાજા હતા. દિયા કુમારી ભવાની સિંહ અને પદ્મિની દેવીની એકમાત્ર સંતાન છે. ભવાની સિંહને કોઈ પુત્ર ન હતો, તેથી દિયા કુમારીના પુત્રને 2011માં તેનો વારસદાર જાહેર કરવામાં આવ્યો હતો. દિયા કુમારીએ પોતાનો પ્રારંભિક અભ્યાસ દિલ્હી અને જયપુરથી કર્યો હતો. ત્યારબાદ તે વધુ અભ્યાસ માટે લંડન ગઈ હતી.

કોણ છે દિયા કુમારી?

રાજકુમારીએ કર્યા હતા લવ મેરેજ
દિયા કુમારીએ 1997માં કોર્ટમાં નરેન્દ્ર સિંહ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. નરેન્દ્ર સિંહનો રાજવી પરિવાર સાથે કોઈ સંબંધ ન હતો, તેથી રાજકુમારીના આ રીતે સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન તે સમયે ચર્ચાનો વિષય બન્યો હતો. બંને મહારાજા સવાઈ માન સિંહ-2 મ્યુઝિયમમાં મળ્યા હતા. પછી સ્નાતક થયા પછી નરેન્દ્ર તાલીમ માટે મ્યુઝિયમ ટ્રસ્ટમાં આવ્યા. તેમના સંબંધોમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ 21 વર્ષ પછી 2018માં બંનેએ પરસ્પર સહમતિથી છૂટાછેડા લીધા હતા. દિયા અને નરેન્દ્રને ત્રણ બાળકો છે. જેમાં મોટા પુત્ર પદ્મનાભ અને નાના પુત્ર લક્ષ્યરાજ સિંહનો સમાવેશ થાય છે. તેમને એક પુત્રી પણ છે જેનું નામ ગૌરવી છે. દિયાના પિતા ભવાની સિંહનું 2011માં નિધન થયું હતું. પછી પદ્મનાભ સિંહને ગાદીના વારસદાર તરીકે તાજ પહેરાવવામાં આવ્યો.

રાજકુમારીએ કર્યા હતા લવ મેરેજ
રાજકુમારીએ કર્યા હતા લવ મેરેજ

કેવી રીતે કરી રાજકારણમાં એન્ટ્રી?
પોતાની દાદી રાજમાતા ગાયત્રી દેવીના પગલે ચાલીને દિયા કુમારીએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ભાજપ નેતા દિયા કુમારી પહેલા સવાઈ માધોપુરથી ધારાસભ્ય બન્યા હતા. હાલમાં તેઓ રાજસમંદથી લોકસભાના સાંસદ છે. 2019ની ચૂંટણીમાં તેઓ 5 લાખ 51 હજાર 916 મતોથી જીત્યા હતા..એક રિપોર્ટ મુજબ, જયપુર રોયલ પરિવારની અંદાજીત 20 હજાર કરોડની સંપતિ છે.

Back to top button