રાજ્યના મુખ્ય સચિવ તરીકે રાજકુમારે કાર્યભાળ સંભાળ્યો


ગુજરાત રાજ્યના હાલ મુખ્ય સચિવ IAS પંકાજકુમારની ટર્મ આજે પૂરી થતાં તેમના સ્થાને રાજ્યના મુખ્ય સચિવ તરીકે IAS રાજકુમારે ચાર્જ સંભાળ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતના નવા પોલીસ વડા તરીકે વિકાસ સહાયની નિમણૂક
31 જાન્યુઆરીથી આઇએએસ રાજકુમારે રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો છે. 1987 બેચના આઇએએસ રાજકુમાર મૂળ ઉત્તરપ્રદેશના બદાયુના વતની છે. તેમણે પોતાનો એન્જિનિયરિંગનો અભ્યાસ IIT કાનપુરથી કરેલો છે. તેઓ વર્ષ 2015 માં કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર હતા જ્યાંથી તેઓ વર્ષ 2021 માં દિલ્હીથી પરત આવી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બન્યા હતા. આ અગાઉ તેઓ ગુજરાતમાં કૃષિ અને પુરવઠા વિભાગમાં ફરજ બજાવી ચૂક્યા છે.
આ પણ વાંચો : સાફ છબી ધરાવતા વિકાસ સહાય કોણ છે અને કેવો રહ્યો તેમનો કાર્યકાળ
આ અગાઉ તેઓ ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. મુખ્ય સચિવની રેસમાં અનેક નામોની ચર્ચા ઘણા લાંબા સમયથી ચાલતી હતી પણ રાજકુમાર પહેલેથી નામ નક્કી જેવુ જ હતું. અગાઉના તેમના કામ કરવાની સુજબૂજ ને લીધે જ તેમણે મુખ સચિવ બનાવવામાં આવ્યા છે. પંકજ કુમાર બાદ હવે રાજકુમાર મુખ્ય સચિવ તરીકે પોતાનો કાર્યભળ સંભાળશે.