ગુજરાત

રાજકોટની જસાણી સ્કૂલના કેસને લઇ તંત્ર હરકતમાં !

Text To Speech

રાજ્યમાં કાતિલ ઠંડી અને સ્કૂલોના કડક વલણને કારણે રાજકોટની જસાણી સ્કૂલમાં વિદ્યાર્થીનીનું મોત થતા શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયું છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક પરિપત્ર બહાર પાડ્યો.રાજ્યની કોઈપણ સ્કૂલમાં યુનિફોર્મના સ્વેટર સિવાય વધારાનું જાકીટ, સાલ કે ગરમ વસ્ત્ર પહેરી શકાશે. આવતીકાલે તમામ સ્કૂલોનું ચેકીંગ કરવામાં આવશે.

રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધી ગયો છે બાળકો અને વૃદ્ધો પર એની સૌથી વધુ અસર થતી હોય છે. રાજકોટમાં આવેલી શ્રી અમૃતલાલ વીરચંદ જસાણી વિદ્યામંદિરમાં ધો. 8 અંગ્રેજી માધ્યમમાં ભણતી સાગર રિયા કિરણકુમાર નામની વિદ્યાર્થીનીનું ઠંડીને કારણે મૃત્યુ થયું હતું. જેને પગલે વાલીઓમાં રોષ અને શોક જોવા મળ્યું છે. વિદ્યાર્થીની માતાનો આક્ષેપ હતો કે ઠંડીને કારણે મૃત્યુ થયું છે. શાળામાં યુનિફોર્મ સ્વેટર સિવાય બીજા વધારાના વસ્ત્રો પહેરવાની સ્કૂલમાં પરમિશન ન હતી. શિક્ષણ વિભાગને સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાત્કાલિક એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો : IND vs NZ : શુભમન ગિલ વનડેમાં બેવડી સદી ફટકારી બન્યો પાંચમો ભારતીય બેટ્સમેન

આગળ બેદરકારીને કારણે કોઈપણ વિદ્યાર્થીનો ભોગ ન લેવાય તે હેતુથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી તાત્કાલિક એક પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તમામ શાળાઓમાં સ્કૂલ યુનિફોર્મ સ્વેટર સિવાય વધારાના ગરમ વસ્ત્રો વિદ્યાર્થી પહેરી શકશે. સાથે જ સ્કૂલોના સમયમાં પણ ફેરફાર કરવાનો આદેશ કર્યો છે. આવતીકાલે તમામ સ્કૂલોની તાપસ કરવામાં આવશે અને જો સ્કૂલ આ પરિપત્રનું ઉલ્લંઘન કરશે તો તેના વિરુધ શિક્ષાત્મક પગલાં લઇ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવશે.

Back to top button