રાજકોટનો વધુ એક જોખમી સ્ટંટનો વીડિયો વાઇરલ; ગાયક કલાકાર શેખરદાને બોનેટ પર બેસી ઇન્સ્ટા રિલ બનાવી!


રાજકોટઃ શહેરમાં ખુલ્લી જીપના બોનેટ પર બેસી સ્ટંટ કરતો વધુ એક યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં સૌરાષ્ટ્રના ગાયક કલાકાર શેખરદાન ગઢવી જોવા મળે છે અને તેમનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા માટે વારંવાર યુવાનો આવા જોખમી સ્ટંટ કરતા નજરે પડતા હોય છે.
રાજકોટનો વધુ એક જોખમી સ્ટંટનો વીડિયો વાઇરલ; ગાયક કલાકાર શેખરદાને બોનેટ પર બેસી ઇન્સ્ટા રિલ બનાવી!#Rajkot #stuntdriving #stunt #Reels #reelsinstagram #Singer #ShekhardanGadhvi #Bonet #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/MBxER6WpJi
— Hum Dekhenge News (@humdekhengenews) July 20, 2022
રાજકોટ શહેરના રાજમાર્ગ પર મોડી રાતે ખુલ્લી જીપ પર બેસી સ્ટંટ કરતો વીડિયો વાઇરલ થયો છે. તેમાં જોઈ શકાય છે કે, સૌરાષ્ટ્રના ગાયક કલાકાર શેખરદાન ગઢવી કાળા કલરની ખુલ્લી જીપના બોનેટ પર બેસેલા છે અને તેમાં એક ડાયલોગ બોલી રહ્યા છે. આ વીડિયોની રિલ બનાવી ઇન્સ્ટાગ્રામ પર મૂકવામાં આવી છે. જે રિલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.
સોશિયલ મીડિયામાં મૂકેલા રિલના શબ્દો પર નજર કરવામાં આવે તો તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ‘તાકાત નથી બ્રહ્માંડમાં કોઈ જીતી શકે રામ, કેમ આજ હું હારું છું અને તું જીતી ગયો બાપ મને વાત કર, મારી આગળ શક્તિ છે બધું છે છતાં કેમ હું હારી ગયો.? ત્યારે રામે રાવણને કીધું હતું કે જીતવા માટે આપણા ભાયું ભેળા જોઈએ બાકી દુનિયા ગમે તેટલી ભેળી હોય.’
રાજકોટના યુવાનોને કાયદા અને પોલીસનો ડર જ ન હોય તેમ વારંવાર જોખમી સ્ટંટ કરી વીડિયો વાઇરલ કરતા જોવા મળે છે. થોડા દિવસ પહેલાં પણ આ પ્રકારે થાર ગાડી સાથે કેટલાક યુવાનો ન્યારી ડેમમાં જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. જેમાંથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. હવે આજે વાયરલ થયેલા વીડિયો અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે.