કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટ: ત્તીનપત્તીમાં લાખો ગુમાવ્યા પછી આત્મહત્યા કરવા જતો યુવક હેમખેમ; માતા-પિતાને હાશકારો

Text To Speech

સોશિયલ મીડિયા પર ગઇકાલે એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક યુવક પોતાનું જીવન ટૂંકાવવાની વાત કરી રહ્યો હતો. યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તમામ મીડિયા ચેનલોએ તેને આત્મહત્યા કરી લીધું હોવાનું માની લીધેલું અને તેના મૃતદેહની શોધ-ખોળ પણ ચાલું કરી દેવામાં આવી હતી. જોકે, આજે તે યુવક હેમખેમ પાછો આવતા તેમના માતા-પિતાએ હાશકારો અનુભવ્યો છે.

આજીડેમમાં આપઘાત કરવા જનાર યુવક સલામત મળ્યો

રાજકોટના આજીડેમમાં આપઘાત કરવા જનાર શુભમ બગથરીયા નામનો યુવક સલામત મળી આવ્યો છે. આજે યુવક સામેથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. ગઇકાલે એટલે કે, 30 જૂને યુવકે વીડિયો બનાવીને પોતાના પિતાને મોકલ્યો હતો. આ વીડિયોમાં તેને પોતાના માથે દેવું થઇ ગયું હોવાની વાત કહી હતી. તે ઉપરાંત તેને પોતાના માતા-પિતાને ખુશ રહેવાની પણ વાત કરી હતી.

રાજકોટ યુવાન-humdekhengenews

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે થયો દાખલ

રાજકોટ શહેરના આપઘાત કરવા જનાર શુભમ બગથરીયા નામનો યુવક સલામત મળી આવ્યો છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા બધા આશ્ચર્યચમાં મુકાઈ ગયા હતા. છેલ્લા 24 કલાકથી શુભમની શોધખોળ થઈ રહી હતી ત્યારે હવે તે પોતે જ સામેથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. આ યુવકે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે ખુબ જ વાયરલ કર્યો હતો જેમા તેણે આપઘાત કરવાની વાત કરી હતી. પોલીસને આ યુવકની જાણ થતા જ હોસ્પિચલ ખાતે દોડી ગઈ હતી.

 આપઘાતનો વીડિયો થયો હતો વાયરલ

શુભમે આપઘાત પહેલા વીડિયોમાં કહ્યું કે મારી પાસે એટલા પાપ થઈ ગયા છે ને કે એ હું શબ્દોમાં કહી શકુ તેમ નથી, આજી નદી છે, હું તેમા કૂદું છું, મારી જાન દઉં છું, કોઈનો કાંઇ વાંક નથી. મારા શેઠ બધા સારા હતા, એના 65 હજાર રૂપિયા, હર્ષના 30 હજાર, અશ્વિનભાઈના 20 હજાર અને 15 હજાર એના શેરના ઓનલાઈન તીનપત્તીમાં હું હારી ગયો, એટલે જાન નથી દેતો, કારણ છે કેટલાય, હું જિંદગીથી હવે થાકી ગયો છું, હવે હું સ્યુસાઇડ કરવા માંગુ છું આ નદીમાં. બહુ થઈ ગયું, પપ્પા-મમ્મી આઇ લવ યુ. હસતાં રહેજો, અને બની શકે તો, મને માફ કરી દેજો, અને મારા વગર જિંદગી જીવવાનો ટ્રાય કરજો પ્લીઝ..જિંદગી જીવજો.

 આ પણ વાંચો : પશુપાલકો આનંદો ! પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારે કર્યા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય

Back to top button