રાજકોટ : લાલપરી નદીમાંથી મહિલાનો ટૂકડા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ, તાંત્રિક વિધિની શંકા
- લાલપરી નદીમાંથી અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી
- બી-ડીવીઝન પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો
- પોલીસે તાંત્રિક વિધિ માટે હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી
રાજકોટમાં બેડી ચોકડી નજીક લાલપરી નદીમાંથી ક્રુરતાપૂર્વક હત્યા કરાયેલી મહિલાની લાશ મળી આવતા ચકચારમચી જવા પામી છે. આ મહિલાની લાશના ટૂકડા અલગ અલગ બેગમાં ભરેલા હતા. આ લાશની હાલત જોતા મહિલાની તાંત્રિક વિધિમાં હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ આ સમગ્ર ઘટના અંગે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
લાલપરી નદીમાંથી મહિલાનો મળ્યો મૃતદેહ
રાજકોટના બેડી ચોકડી નજીક આવેલી લાલપરી નદીમાંથી ક્રૂરતા પૂર્વક હત્યા કરાયેલી મહિલાની લાશ મળી આવી છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા B ડિવિઝન પોલીસ અનેક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં અને બેગમાંથી મહિલાની લાશ કાઢતા પોલીથીનની બેગમાં મહિલાના શરીરના અલગ અલગ ટૂકડાઓ મળી આવ્યા હતા જે જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતાં.
તાંત્રિકવિધી માટે હત્યા થઈ હોવાની શંકા
નદીમાંથી મળેલ આ મૃતદેહની તપાસ કરતા મૃતદેહ નજીકથી મોટી સંખ્યામાં જુદા જુદા તાવીજો મળી આવ્યા હતા. આ જોઈને મહિલાની તાંત્રિકવિધિ માટે હત્યા કરાઈ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
હાલ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ માટે મોકલી આપ્યો છે. અને આ મૃતદેહ કોને છે તે અંગે તપાસ હાથ ધરી છે. આ માટે આસપાસના વિસ્તારમાંથી કોઈ મહિલા ગુમ થઈ છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : અમદાવાદથી ભાવનગરનો સૌથી વધુ ધમધમતો રોડ આજથી આ તારીખ સુધી રહેશે બંધ