ગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં જેલના સળિયા ગણતા પૂર્વ TPO રંગીન મિજાજી હોવાનો ઘટસ્ફોટ

  • ગીફ્ટમાં આઈફોન આવ્યો, આઈ-20 ગાડી આવી, એક એકટીવા આવ્યું
  • સાગઠીયા પરસ્ત્રી પાછળ લાખો રૂપિયા ઉડાવતો હોવાનો આરોપ
  • સ્ત્રીના પતિએ આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં જેલના સળિયા ગણતા પૂર્વ TPO રંગીન મિજાજી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં સાગઠીયા પરસ્ત્રી પાછળ લાખો રૂપિયા ઉડાવતો હોવાનો ખૂદ સ્ત્રીના પતિનો આક્ષેપ છે. રાજકોટમાં અગ્નિકાંડના કેસમાં બેજવાબદારી દાખવનાર અને હોદ્દાનો દુરૂપયોગ કરી કરોડો રૂપિયાની બેનામી સંપતિ એકઠી કરવાના ગુનામાં જેલના સળિયા ગણતા પૂર્વ TPO રંગીન મિજાજી હોવાનો ધડાકો થયો છે.

આ પણ વાંચો: અમદાવાદ: અમરનાથ યાત્રાએ જનારા યાત્રિકોનો ઉત્સાહ યથાવત્, 901 લોકોને ફિટનેસ સર્ટિફિકેટ ઈશ્યૂ કરાયા

સ્ત્રીના પતિએ આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે

સાગઠીયા પરસ્ત્રી પાછળ લાખો રૂપિયા ઉડાવતો હોવાનો ખૂદ તે સ્ત્રીના પતિએ આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે. સાગઠીયા અન્યની પત્નીને બાય પ્લેન કુલુ-મનાલી ફરવા પણ લઇ ગયો હોવાનો આક્ષેપ કર્યો છે. રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના એક અને અપ્રમાણસર મિલકતના બીજા ગુનામાં પકડાયેલ મનપાના પૂર્વ TPO એમ.ડી. સાગઠિયા કટકીખોર સાથે રંગીન મિજાજી હોવાનો રાજકોટના એક રહીશે આક્ષેપ કર્યો છે. તેણે સાગઠીયા અને તેની પત્નીના સંબંધ અંગે જણાવ્યું હતું કે મારી પત્નીને મોંઘીદાટ ગીફ્ટ આવતી હતી.

ગીફ્ટમાં આઈફોન આવ્યો, આઈ-20 ગાડી આવી

ગીફ્ટમાં આઈફોન આવ્યો, આઈ-20 ગાડી આવી, એક એકટીવા આવ્યું, લેપટોપ આવ્યું, ગીફ્ટ તો ચાલુ જ રહેતી ગીફ્ટ બધી નંબર વન આવતી હતી. એક લાખ, દોઢ લાખની કિમતની ગીફ્ટ આવતી હતી. તેમજ 5-5 હજારના ચશ્માં મારી પત્ની પહેરતી હતી. મારી પાસે તો 40 રૂપિયા પણ નથી ચશ્માં લેવાના પૈસા ક્યાંથી આવે છે. ત્યારે મને એવું લાગ્યું કે કદાચ સાગઠિયા સાહેબ એવું નામ આવતું હતુ. ત્યારે કે કદાચ આ કનેક્શન સાગઠીયા સાથે છે. મારો વસાવેલો સામાન લઈને પત્ની જતી રહી છે એટલે એને ખબર હતી કે મારી સામે કેસ કરશે તો મારૂ તો ક્યાય ચાલે એમ નથી એટલે મે જતું કર્યું છે.

દિવાળીએ તે મારા ઘરમાંથી સમાન લઇ અન્યત્ર જતી રહી છે

આ દિવાળી પહેલાની વાત છે અને દિવાળી પહેલા એ લોકો બાય પ્લેન કુલુ મનાલી ફરવા ગયા હતા. એવી તો મારી ઘરવાળીની કોઈ ઇન્કમ નથી તો પૈસા આવ્યા ક્યાંથી આવે ચે. મારા ખ્યાલ પ્રમાણે ત્રણથી ચાર કરોડ રૂપિયા મારી વાઈફ્ પાસેથી નીકળી શકે છે. કોલ ડીટેઇલ જો કઢાવે તો ઘણું બધું નીકળશે. પિડીત ગૃહસ્થે નામ ગૂપ્ત રાખવાની શરતે જણાવ્યું કે લગ્ન બાદ તે મરજી પડે તેમ બહાર જતી રહેતી, લગ્નના 17 વર્ષ થયા હોવાનું જણાવતા તેમણે કહ્યું દિવાળીએ તે મારા ઘરમાંથી સમાન લઇ અન્યત્ર જતી રહી છે.

Back to top button