કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટઃ સ્કૂલવાનનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાતા વાલીઓમાં ગભરાટનો માહોલ

રાજકોટ, 16 સપ્ટેમ્બર, આજકાલ સ્કૂલવાન ચાલકો નશામાં ડ્રાઇવિંગ કરીને બાળકોના જીવ જોખમમાં મૂકતા હોય તેવા કિસ્સાઓ બની રહ્યા છે. નશામાં ડ્રાઇવિંગ કરવાથી અકસ્માતોના બનાવ પણ બની શકે છે. જેથી બાળક સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટમાં એક સ્કૂલ વાન ચાલક એવી હાલતમાં ઝડપાયો હતો. આ સ્કૂલ વાન ડ્રાઇવરને હવે પોલીસ કસ્ટડીની હવા ખાવાનો વારો આવ્યો છે. વાલીઓએ આક્ષેપ કર્યો કે આ શખ્સે નાના-નાના વિદ્યાર્થીઓને પણ નશો કરવાની ઓફર કરી હતી.

માતા-પિતા પોતાના સંતાનણી સ્કૂલો દૂર હોય તો અભ્યાસ માટે પોતાના બાળકને સ્કૂલવાન કે બસમાં મોકલતા હોય છે. પણ હવે બાળકોને સ્કૂલ વાનમાં મોકલવું ચિંતાજનક લાગી રહ્યું છે. રાજકોટના રીબડા સ્વામિનારાયણ ગુરુકુળની સ્કૂલ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો છે. આ બેફામ ડ્રાઇવરે નશાની હાલતમાં સ્કૂલ વાન ચલાવી રીબડા SGVPના 14 વિદ્યાર્થીના જીવ જોખમમાં મૂક્યા હતા. આ બેફામ આટલેથી ના અટક્યો તે નશામાં વિદ્યાર્થીઓ સાથે ગાળાગાળી પણ કરતો હતો. આ સ્કૂલ ડ્રાઇવરે એટલી હદે નશો કર્યો હતો કે તે બસ પણ હંકારી નહોતો શકતો. પોતાના બાળકને બસમાં મુકવા આવનાર વાલીએ તેને રંગેહાથ ઝડપી પોલીસને હવાલે કરી દીધો.

જાણો સમગ્ર મામલો ?
રાજકોટમાં રીબડાની SGVP ગુરુકુળના વિદ્યાર્થીઓને શહેરના કોઠારિયા રોડ પરથી સ્કૂલબસમાં લઈ જતો ડ્રાઇવરનું વર્તન જોઇ વિદ્યાર્થીઓ ચોંકી ગયા હતા. કોઠારીયા તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જવા માટે તે સવારે પહોંચ્યો હતો. આ ડ્રાઇવર સ્કૂલ બસમાં એક પછી એક વિદ્યાર્થીઓને બેસાડતો હતો. આ દરમિયાન કોઠારીયામાં જ સ્કૂલ બસના ડ્રાઈવરે વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક શરૂ કરી હતી. બાદમાં પોલીસ ત્યાં આવી પહોંચી અને ડ્રાઇવર હિતેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે વિવાદ વધતા સ્કૂલે વાલીઓની માફી પણ માગી છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે, આજે જાહેર રજાના દિવસે પણ શાળા ચાલુ રાખવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવાયા હતા.

સ્કૂલ બસમાં મુકવા આવેલા વાલીના ધ્યાને આવ્યું કે આ ડ્રાઇવર દારૂના ચિક્કાર નશામાં હતો. જેથી તેમને પોલીસને બોલાવી હતી અને સ્કૂલ સંચાલકોને પણ જાણ કરી હતી. દરમિયાન ત્યાં હાજર અન્ય વાલીઓએ પણ રોષ ઠાલવ્યો હતો.

આ પણ વાંચો..સુરતમાં દોઢ વર્ષની બાળકી ગળી ગઈ મેગ્નેટિક માળાઃ પછી શું થયું જાણો

Back to top button