રાજકોટ : ભાજપ પ્રમુખ દ્વારા શિક્ષણ સમિતિના 15 સભ્યોના નામ જાહેર કરાયા
રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી આગામી તા. 19 જૂને યોજાનાર છે. જે અંતર્ગત આજે ઉમેદવારી પત્ર સ્વીકારવાના દિવસે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ ભાજપના 12 ઉમેદવારો અને સરકાર નિયુક્ત ત્રણ સભ્યોના નામ જાહેર કર્યા હતા.
શિક્ષણ સમિતિના 15 સભ્યોના નામ જાહેર
રાજકોટમાં ભાજપ પ્રમુખ દ્વારા શિક્ષણ સમિતિના 15 સભ્યોના નામ જાહેર કરાયા છે. આજે ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ ભાજપના 12 ઉમેદવારો અને સરકાર નિયુક્ત ત્રણ સભ્યોના નામની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસે પણ ફોર્મ ભર્યા છે. ત્યારે જો તેમના ફોર્મ મંજૂર થશે તો આગામી તા. 19 જૂને મતદાન થશે. પરંતુ જો કોંગ્રેસના ઉમેદવારીપત્ર રદ થાશે તો 9 જૂને જ તમામ સભ્યો બીનહરીફ ચૂંટાશે.
આ સભ્યોના નામ થયા જાહેર
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, મેયર ડો. પ્રદિપભાઇ ડવ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ડે. મેયર કંચનબેન સિધ્ધપુરા, શાસકપક્ષના નેતા વીનુભાઇ ઘવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળાની હાજરીમાં આ નામની જાહેરાત કરી હતી. જેમાં વોર્ડ નં. 14ના પ્રવિણભાઇ નિમાવત, વોર્ડ નં. 9ના વિક્રમભાઇ પુજારા, વોર્ડ નં. 2ના વિક્રમસિંહ જાડેજા, વોર્ડ નં.6ના વિરમભાઇ રબારી, વોર્ડ નં.7ના ઇશ્ર્વરભાઇ જીત્યા, વોર્ડ નં.3ના હિતેશભાઇ રાવલ, વોર્ડ નં.1ના રસિકભાઇ બદ્રકિયા, વોર્ડ નં.7ના અજયભાઇ પરમાર (શાસકપક્ષના પુર્વ દંડક), વોર્ડ નં.12ના મનસુખભાઇ વેકરિયા, વોર્ડ નં.10ના સંગીતાબેન છાયા, વોર્ડ નં. 9ના જાગૃતિબેન ભાણવડીયા અને વોર્ડ નં. 12ના સરેશભાઇ રાઘવાણીએ ઉમેદવારી પત્ર રજૂ ર્ક્યા છે. જ્યારે સરકાર નિયુક્ત પ્રતિનિધિઓમાં વોર્ડ નં. 14ના જયદિપભાઇ જલુ વોર્ડ નં.10ના સંજયભાઇ ભાયાણી અને વોર્ડ નં.3ના જગદીશભાઇ ભોજાણીના નામ જાહેર થયા છે.
19મીએ મતદાન અને મતગણતરી કરવામાં આવશે
મુકેશભાઇ દોશીના જણાવ્યા મુજબ આગામી તા. 9જૂનના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. અને તા.તા.19મીએ મતદાન અને મતગણતરી કરવામાં આવશે. મહ્તવનું છે કે આ ચૂંટણીમાં એક કોર્પોરેટર 12 મત આપી શકે છે.
આ પણ વાંચો : મોરબીથી દીકરીને મળવા રાજકોટ જતાં પિતાનું અકસ્માતમાં મોત