કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટઃ માતાએ ધરમનો ભાઈ બનાવ્યો અને એણે જ સાત વર્ષની માસુમ દીકરી સાથે…

રાજકોટ, 6 નવેમ્બર, રાજકોટમાં દિવાળીના તહેવાર દરમિયાન સંબંધોને લાંછન લગાવતી ઘટના સામે આવી છે, જેમાં એક શખ્સે માનેલી બહેનની 7 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું છે. પોતાની દીકરી સાથે બનેલી ઘટના અંગે સાંભળી મહિલાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. મહિલા દીકરી સાથે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપી દિલીપ ચૌહાણની ધરપકડ કરી છે.

શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં 7 વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે. એમાં ફરિયાદીએ માનેલા ભાઈ દિલીપ ચૌહાણે માનેલી બહેનની પુત્રીની એકલતાનો લાભ લઇ 4 નવેમ્બરના રોજ હવસનો શિકાર બનાવી હતી. આ મામલે ભોગ બનનાર માસૂમે માતાને વાત કરતાં તેના પગ નીચેની જમીન સરકી ગઈ હતી અને યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે તરત જ આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને આરોપી તેના ઘરે હોવાનું જાણવા મળતાં કલાકોમાં સકંજામાં લઈ દુષ્કર્મની અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ રીતે માન્યો હતો ભાઈ
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પતિનું બે વર્ષ પૂર્વે અવસાન થયું છે અને હાલ તે 7 વર્ષની પુત્રી સાથે રહે છે. યુનિવર્સિટી રોડ પર આવેલી એક હોસ્પિટલમાં તે સફાઈ કામદાર તરીકે ચાર વર્ષથી નોકરી કરી રહી છે. તેની સાથે આરોપી દિલીપ ચૌહાણ પણ સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હોય પરીચય થયો હતો. મહિલાએ તેને ધર્મનો ભાઈ બનાવ્યો હતો અને રાખડી પણ બાંધી હતી. ક્યારેક ક્યારેક તે પુત્રીને હોસ્પિટલ લઈ જતી હતી. જેથી આરોપીને બાળકી ઓળખતી હતી. આરોપી એકાદ બે વખત મહિલાના ઘરે જમવા પણ ગયો હતો. આરોપી અને તેની પુત્રીની ઓળખાણ થઈ હતી અને મામા-ભાણેજ એકબીજાને ઓળખતા થયાં હતાં. એટલું જ નહીં, આરોપી એક-બે વખત તેના ઘરે જમવા પણ આવ્યો હતો. ગત તા.4 નવેમ્બરે ફરિયાદી માતા તેના ઘરે પહોંચી ત્યારે ત્યાં એક કેન પડ્યું હતું, જેથી તેણે કેન વિશે પુત્રીને પૂછતાં ભાંગી પડેલી બાળકીએ રડતી આંખે જણાવ્યું હતું કે આરોપી દિલીપે તું ઘરે ન હતી ત્યારે ઘરમાં ધસી દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત થોડા દિવસ પહેલાં પણ બળજબરી કરી દુષ્કર્મ કરી કોઈને વાત ન કહેવા ધમકી આપી હતી.

આ પણ વાંચો…થૂંકબાજોની હવે ખેર નથી: સુરતમાં થૂંકવા પર દંડાશો, કેમેરાથી થશે આ રીતે કાર્યવાહી

Back to top button