રાજકોટઃ અકસ્માતના સંજોગોમાં અમૂલ્ય જિંદગી બચાવનાર શિક્ષકનું સન્માન
રાજકોટઃ 16 જાન્યુઆરી: રાજ્યમાં દિવસે અને દિવસે માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે આ સાથે અકસ્માતોના કારણે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે ત્યારે માર્ગ અકસ્માતોના વધતા જતા કિસ્સાઓ વચ્ચે એક રાજકોટના આ શિક્ષક લોકો માટે સુરક્ષા હીરો બની ગયા છે કારણ કે સડક સુરક્ષા અભિયાન અંતર્ગત રાજકોટના એક સ્થાનિક શિક્ષક મિનુ જસદનવાલાએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેઓએ 90 દિવસમાં 3 લોકોના જીવ બચાવી માનવતાના મિશાલચી બન્યા છે. રાજકોટના આ શિક્ષકને સ્થાનિક હીરો તરીકે સડક સુરક્ષા અંતર્ગત એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેરમાં વધતા જતા માર્ગ અકસ્માતોને રોકવા માટે તંત્ર દ્વારા વિવિધ પહેલ કરવામાં આવી રહી છે. જેમાં આ સડક સુરક્ષા અભિયાન અંતર્ગત શિક્ષક મિનુ જસદનવાલાએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જેના માટે તેમને વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ શિક્ષકે 90 દિવસના ટૂંકા ગાળામાં, ત્રણ અલગ-અલગ અકસ્માતોમાં ઘાયલ વ્યક્તિઓને મદદ કરી છે.
મિનુ જસદનવાલાએ શીખ્યું કે, માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓની મદદ માટે 108 એમ્બ્યુલન્સ સેવાનો તાત્કાલિક ઉપયોગ કરી શકાય છે. આ રીતે તેમણે 90 દિવસમાં બચાવ્યા 3 લોકોના જીવ બચાવ્યા છે. જેમાં એક વ્યક્તિનું બીપી લો થઈ ગયું હતું, બીજા વ્યક્તિને ચક્કર, અને ત્રીજા વ્યક્તિને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી તેમને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા.
મિનુ જસદનવાલાએ લોકોને આપ્યો સંદેશ
ટ્રાફિક એક્સપર્ટ વી.જે.શાહે મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘ગોલ્ડન અવર’ દરમિયાન – અકસ્માતના પ્રથમ કલાકમાં – મદદ કરનાર વ્યક્તિને કોઈ કાનૂની જવાબદારીનો સામનો કરવો પડતો નથી. સરકાર આવા સામાજિક કાર્યને પ્રોત્સાહન આપવા માટે પુરસ્કાર પણ આપે છે. ગંભીર ઈજાઓ જેવી કે બ્રેઈન હેમરેજ, સ્પાઈનલ ઈજા, કે મલ્ટીપલ ઈજાના કિસ્સાઓમાં મદદ કરનારને 5,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર હવે આ પુરસ્કારની રકમ વધારીને 10,000 રૂપિયા કરવા વિચારણા કરી રહી છે. મિનુ જસદનવાલાએ લોકોને સંદેશ આપ્યો છે કે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓની મદદ કરવામાં આગળ આવે, કારણ કે 108 કે પોલીસ દ્વારા કોઈ હેરાનગતિ કરવામાં આવતી નથી.
આ પણ વાંચો…નેશનલ સ્ટાર્ટઅપ ડે’-૨૦૨૫/ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની હાજરીમાં યોજાયો રાજ્યકક્ષાનો કાર્યક્રમ