ગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટ TRP અગ્નિકાંડમાં પીડિત પરિવાર યુનિયન બનાવી ન્યાયની લડત લડશે

  1. વકીલ નરેન્દ્રસિંહ જાડેજા નિઃશુલ્ક કેસ લડશે
  2. પીડિત પરિવારોનું યુનિયન પણ કાનૂની લડત આપશે
  3. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની જેમ આગકાંડના પીડિતો યુનિયન બનાવશે

રાજકોટ ટીઆપી અગ્નિકાંડમાં પીડિત પરિવાર યુનિયન બનાવી ન્યાયની લડત લડશે. જેમાં હાલમાં 5 પરિવારો યુનિયનમાં જોડાયા છે. તેમાં પીડિત પરિવારો ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવશે. તેમજ વકીલ નરેન્દ્રસિંહ જાડેજા નિઃશુલ્ક કેસ લડશે. તેમજ ન્યાય માટે પીડિત પરિવારોને યુનિયનમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વિવિધ શહેરોમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની જેમ આગકાંડના પીડિતો યુનિયન બનાવશે

ટીઆરબી ગેમઝોન અગ્નિકાંડમાં પીડિત પરિવાર ન્યાય માટે લડશે. જેમાં પીડિત પરિવાર યુનિયન બનાવી ન્યાયની લડત લડશે. તેમજ પીડિત પરિવારો ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવશે. તેમાં વકીલ નરેન્દ્રસિંહ જાડેજા નિઃશુલ્ક કેસ લડશે. તેમજ ન્યાય માટે પીડિત પરિવારોને યુનિયનમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. તથા હાલ પાંચ જેટલા પરિવારો યુનિયનમાં જોડાયા છે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની જેમ આગકાંડના પીડિતો યુનિયન બનાવી ન્યાયની લડત લડશે. તેમાં વકીલ નરેન્દ્રસિંહ જાડેજા નિઃશુલ્ક કેસ લડશે. હાલ પાંચ જેટલા પરિવારો યુનિયનમાં જોડાયા છે. પીડિત પરિવારો ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવશે. તેમજ ન્યાય માટે પીડિત પરિવારોને યુનિયનમાં જોડાવા અપીલ કરવામાં આવશે. રાજકોટના નાના મવા રોડ પર સયાજી હોટેલ પાસે બનેલા ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી, જેમાં બાળકો સહિત 27 લોકો ભડથું થઈ જતા અરેરાટી મચી જવા પામી હતી. મૃતકોની ઓળખ થાય તેમ ન હોવાથી તેઓના ડીએનએના આધારે મૃતકની ઓળખ કરવામાં આવી હતી.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની માસિક પૂણ્યતિથિ

27 નિર્દોષોનો ભોગ લેનાર રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની માસિક પૂણ્યતિથિએ અપાયેલા બંધના એલાનમાં રાજકોટની બજારો, શાળાઓ સહિતના એકમોએ સ્વયંભૂ શાંતિપૂર્ણ બંધ પાળી આ દુર્ઘટનામાં ઘોર બેદરકાર અને ભ્રષ્ટ દોષિતો સામે આકરા પગલા ભરવાની માગ કરી હતી. કેટલાક પીડિત પરિવારોના સભ્યો પણ ન્યાયની માંગ સામે બહાર આવ્યા હતા. બંધ દરમિયાન શહેરના કાલાવડ રોડ ઉપર ચક્કાજામ કરતા દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે આંદોલનકારી 39 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

બંધ દરમિયાન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી આવી

બંધ દરમિયાન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી આવી ત્યારે આગેવાનો સાથે બળપ્રયોગ કરવામાં આવતા ચક્કાજામ સાથે વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસે ઝપાઝપી કરી આગેવાનોને પોલીસવાનમાં બેસાડયા હતા. ત્યારે પીડિત પરિવારના યુવાનને પણ આંદોલનકારી સમજી પકડી લીધો હતો. આ ઉપરાંત વોર્ડ નં.13માં આવેલ સ્વામિનારાયણ ચોકમાં પણ ચક્કાજામ કરવાનો પ્રયત્ન કરવામાં આવતા પોલીસે દેખાવકારોની અટકાયત કરી હતી.અગ્નિકાંડમાં સ્વજન ગુમાવનાર તુષારભાઈ ધારેચાએ જણાવ્યું હતું કે અમે પણ મોરબી બ્રીજ કાંડના પીડિત પરિવારોની જેમ એક યુનિયન બનાવીને કાનૂની લડત આપવાના છીએ અત્યારે મારી સાથે પાંચ જેટલા પરિવારો જોડાઈ ગયા છે હવે હું અન્ય પીડિત પરિવારોનો સંપર્ક કરવાનો છું અને તેમને યુનિયનમાં જોડવાનો છું અને વકીલાતનામામાં સહી કરવાના છે અમારા પીડિત પરિવારો વતી વકીલ નરેન્દ્રસિહ જાડેજા નિઃશુલ્ક કેસ લડવાના છે મારા પ્રયત્નો એવા છે કે અમે એક જ વકીલરાખીએ જેથી કેસ ઝડપથી ચાલી શકે હવે સરકાર દ્વારા નિર્મિત સીટ સાથે અમારૂ પીડિત પરિવારોનું યુનિયન પણ કાનૂની લડત આપશે.

Back to top button