રાજકોટ: શંકાસ્પદ સીરપને લઇને મોટો ખુલાસો, ભાજપના 2 આગેવાનો સહિત કુલ 6 લોકો સામે નોંધાયો ગુનો


રાજકોટમાં ગત મહિનામાં રાજકોટ શહેર ક્રાઇમબ્રાન્ચે દરોડો પાડી રૂ.73.27 લાખનો શંકાસ્પદ સીરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે ઝડપાયેલા આ શંકાસ્પદ સીરપને લઇને હાલ મોટો ખુલાસો થયો છે. આયુર્વેદિક સીરપના નામે નશાયુક્ત સીરપ વેચવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ભાજપના 2 આગેવાનો સહિત કુલ 6 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આયુર્વેદિક સીરપના નામે નશાયુક્ત સીરપ વેચવાના ષડયંત્રનો પર્દાફાશ
રાજકોટ શહેર ક્રાઇમબ્રાન્ચે 3 જુલાઇએ નાગરિક બેંક ચોક પાસે આવેલા માધવ કોમ્પલેક્સમાં દરોડો પાડી રૂ.73.27 લાખનો શંકાસ્પદ સીરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દરોડા દરમિયાન પાર્કિંગમાં 73275 બોટલ ભરેલા પાંચ ટ્રક રેઢા પડેલા મળ્યા હતા. આ મામલે પોલીસે ક્રાઈમ બ્રાન્ચે આ તમામ જથ્થોજપ્ત કરી તપાસ હાથ ધી હતી, ત્યારે આ સીરપને લઈને આજે મોટો ખુલાસો થયો છે. આયુર્વેદિક સીરપના નામે નશાયુક્ત સીરપ વેચવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
આ પણ વાંચો : તૈયાર રહેજો! ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, આ વિસ્તારો થશે જળબંબાકાર
ભાજપના 2 આગેવાનો સહિત કુલ 6 લોકો સામે ગુનો નોંધાયો
જાણકારી મુજબ આ મામલે ભાજપના 2 આગેવાનો સહિત કુલ 6લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જેમાં ભાજપના આગેવાન ધર્મેન્દ્ર અને રૂપેશ ડોડીયા સામે ગુનો નોંધાયો છે. તેમની સામે પ્રોહિબિશન એક્ટ તેમજ ગુનાહિત કાવતરું રચવા સહિતની કલમો હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે.આ સમગ્ર કેસમાં પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આયુર્વેદિક બોટલમાં ઇથાઇલ આલ્કોહોલનો ઉપયોગ કરાતો હતો.
આ પણ વાંચો: રાજકોટ : ATS ની તપાસમાં મોટો ખુલાસો, આતંકીઓના ટાર્ગેટ પર હતો ‘જન્માષ્ટમી’નો તહેવાર