રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર એકાએક કેસરી રંગમાં રંગાયા !
રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં આવી છે. સિવિલના સ્ટ્રેચર કેસરી રંગમાં રંગાયા હોવાનો મામલો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હોસ્પિટલના 150 જેટલા સ્ટ્રેચરમાં અચાનક કેસરી કલર કરાતા મામલો ગરમાયો છે.
હોસ્પિટલના સ્ટ્રેચર ભગવા રંગમાં રંગાયા
રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરમાં અચાનક સફેદને બદલે ભગવો કલર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. હોસ્પિટલમાં આમ તો સ્ટ્રેચરનો કલર મોટે ભાગે સફેદ જ઼ હોઈ છે પરંતુ રાજકોટ સિવિલમાં 150 જેટલાં સ્ટ્રેચરમાં એકાએક ભગવો કેસરી કલર લગાવવામાં આવતા પરિવર્તનની લહેર જોવા મળી છે. ત્યારે આ મામલો સામે આવતા રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.
આ પણ વાંચો : જૂનાગઢ : માણાવદરના ડેમમાંથી મળ્યો સરકારી દવાઓનો જથ્થો, ઉપયોગમાં લીધા વગર દવા કેમ ફેંકાઈ ?
સ્ટ્રેચરના ભગવા કલરને લઈને રાજકારણ ગરમાયું
સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણનો મામલો સામે આવતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતને આ ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અને મહેશ રાજપૂતે કહ્યું કે, મધ્યમ વર્ગના લોકોને દેવાતી સાયકલ પણ ભગવા રંગની હતી. આવતા દિવસોની અંદર દર્દીઓને લગાવવાના પાટા અને દવા પણ ભગવા રંગમાં હશે.
હોસ્પિટલ તંત્રએ કર્યો લુલો બચાવ
તો બીજી તરફ વિવાદ વધતા આ મામલે મેડિકલ ઓફિસર એ.વી.રામાણીબચાવ કરતા કહ્યું કે,સ્ટ્રેચર દર્દીઓના સગા અન્ય વોર્ડમાં દર્દીને લઈ જતા અને પાછા સ્ટ્રેચર આપતા નહિ,સ્ટ્રેચર ખોવાઈ ન જાય એટલા માટે સફેદને બદલે ભગવો કરવામાં આવ્યો છે. સિવિલના ઇન્ચાર્જ સુપ્રીટેન્ડેન્ટને બચાવ કરતા કહ્યુ હતુ કે આ પ્રાઇમર કલર છે ઉપર સફેદ લાગશે. સ્ટ્રેચરને ફરી પાછા સફેદ કરલમાં 150 જેટલા સ્ટ્રેચર કરવામાં આવશે. જો કે મીડિયા સુધી વાત પહોંચતા ભગવા કલરને પડતો મુકાયાની વાત વહેતી થઈ છે.
આ પણ વાંચો : આવતીકાલે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન,પોલીસ એલર્ટ મોડ પર, દિલ્હીની તમામ સરહદો રહેશે સીલ