રાજકોટ : સાળંગપુરના પડઘા જન્માષ્ટમીની શોભાયાત્રામાં પડ્યા, ધર્મ સભામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની ગેરહાજરી
રાજકોટમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામા આવી રહી છે. કૃષ્ણજન્મને વધાવવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી કૃષ્ણાના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ રાજકોટમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં સાળંગપુરના પડઘા જોવા મળ્યા છે. જેમાં ધર્મ સભામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની ગેરહાજરી જોવા મળી છે.
ધર્મ સભાની અંદર સ્વામિનારાયણના સંતોની ગેરહાજરી
રાજકોટમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં સાળંગપુરના પડઘા જોવા મળ્યા છે. કેમકે વર્ષે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને પણ બોલાવવામાં આવે છે. આ વખતે ધર્મ સભાની અંદર સ્વામિનારાયણના સંતોની ગેરહાજરી જોવા મળી હતી. અહીં માત્ર સનાતન ધર્મના સંતો અને જૈન સંતો ઉપસ્થિત રહ્યાં હતા.આ ધર્મ સભામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને બોલાવવામાં આવ્યા ન હતા.
શોભાયાત્રામાં સનાતન ધર્મ મુદ્દે વજુભાઈ વાળાનું નિવેદન
જન્માષ્ટમીની શોભાયાત્રામાં સનાતન ધર્મ મુદ્દે વજુભાઈ વાળાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, “સમસ્ત હિન્દૂ સમાજને એક થવાની જરૂર છે અને વિવાદથી નહી સંવાદથી ઉકેલ લાવવો જોઈએ”, “ભૂલ જે પણ હોય, પરંતુ ધર્મ વચ્ચે સંઘર્ષ ન ઉભો થવો જોઈએ, નાની ભૂલમાં તલવાર કાઢવી યોગ્ય નથી અને જે પણ વિવાદ હશે તેનો સુખદ ઉકેલ આવશે, ભવિષ્યમાં ભૂલનું પૂનરાવર્તન ન થાય તે જરૂરી “
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સામે સનાતન ધર્મના સંતોમાં રોષ
ઉલ્લેખનીય છે કે સાળંગપુર મંદિરમાંથી ભીંતચિત્ર હટી ગયા બાદ પણ સનાતન ધર્મના સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા વારંવાર થતા દેવી-દેવતાઓના અપમાન મુદ્દે સનાતન ધર્મના સંતોમાં નારાજગી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : BREAKING NEWS : સુરતમાં દહીંહાંડીના કાર્યક્રમમાં સ્ટંટ કરતા યુવક દાઝ્યો