રાજકોટ રૂરલ SOG અને જામનગર ઉદ્યોગનગર ચોકીના ASI રૂ.35000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
દિનપ્રતિદિન લાંચિયાઓની સંખ્યા સતત ને સતત વધી રહી છે કોઈ ને કોઈ કામ માટે લાંચિયાઓ લાંચ માંગતા હોય છે, એવામાં જામનગર એસીબીની ટીમને એક મહત્વની સફળતા મળી છે, જેમાં સીટી સી ડીવીઝન પોલીસ મથક હસ્તકની ઉધ્યોગનગર ચોકીના એ.એસ.આઈ. અને રાજકોટ રૂરલ એસઓજીના એ.એસ.આઈ.એ સંયુક્ત રીતે કરેલ લાંચની માંગણીની સફળ ટ્રેપ થઇ છે.
35,000રુ. લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
આ અંગે એસીબી પાસેથી મળતી વિગતો મુજ્બ આ કામના હમીદભાઇ જુસબભાઇ પરીયાણી, એ.એસ.આઇ. ઉધ્યોગનગર પોલીસ ચોકી, સીટી-સી ડીવીઝન પો.સ્ટે. જામનગર રહે. જામનગરવાળાએ ફરીયાદીને ધોરાજીમાં પકડાયેલ ઢોરને આપવાના ઇન્જેકશન વાળા ગુન્હામાં તેની સંડોવણી છે પણ તે ગુન્હામાંથી તેનુ નામ કાઢી નાખવાના અવેજ પેટે ફરીયાદી પાસે રૂ.50,000/ ની લાંચની માંગણી કરેલ અને રકજકના અંતે રૂ.35,000/- આપી દેવાનુ નકકી કરી પરવેજભાઇ સમા, એ.એસ.આઇ., રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. રહે. રાજકોટ જણાવે ત્યારે તે જગ્યાએ પોતાને કે પોતે જણાવે તે વ્યકિતને લાંચની રકમ આપી દેવા વાયદો કરેલ હતો.
લાંચીયા અધિકારીને પકડવામાં એસીબીની સફળ ટ્રેપ
જોકે આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી. પોલીસ મથક જામનગર ખાતે આવી ફરીયાદીએ પોતાની ફરીયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગતરાત્રીના જામનગર જુના જકાતનાકા પાસે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન પરવેજભાઇ સમા, એ.એસ.આઇ., રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. રહે. રાજકોટ ફરીયાદી સાથે મોબાઇલ ફોન ઉપર હેતુલક્ષી વાતચીત કરી, હમીદભાઇ જુસબભાઇ પરીયાણી, એ.એસ.આઇ. ઉધ્યોગનગર પોલીસ ચોકી લાંચની રકમ આપી દેવા જણાવેલ તે મુજબ હમીદભાઇ જુસબભાઇ પરીયાણી, એ.એસ.આઇ. ઉધ્યોગનગર પોલીસ ચોકીએ પંચોની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ માંગી, સ્વીકારી, પરવેજભાઇ સમા, એ.એસ.આઇ., રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. લાંચની રકમ મળી ગયા અંગેની જાણ કરી એકબીજાને મદદગારી કરી હમીદભાઇ જુસબભાઇ પરીયાણી, એ.એસ.આઇ. ઉધ્યોગનગર પોલીસ ચોકી લાંચના રૂ.35,000/- લેતા ઝડપાઇ જઇ ગયો હતો જયારે રાજકોટ ગ્રામ્ય એસઓજીમાં ફરજ બજાવતા પરવેજભાઇ સમાને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. સમગ્ર કાયર્વાહી રાજકોટ એસીબી મદદનીશ નિયામક વી.કે.પંડ્યાના સીધા માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી પી.આઈ.એન.આર.ગોહિલ તેમજ ટીમ જામનગર દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો : રમવા કુદવાની ઉંમરમાં હીરા વેપારીની દીકરીએ અપનાવ્યો સંન્યાસનો માર્ગ, 5 ભાષાઓમાં છે નિપૂર્ણ