રાજકોટમાં પણ વડોદરાવાળી થઈ: ફુલ સ્પીડ કારે 4 લોકોને કચડી નાખ્યા, 70 વર્ષિય વૃદ્ધનું મૃત્યુ


રાજકોટ, 17 માર્ચ 2025: રાજકોટમાં ફરી એક વાર તેજ રફતારનો કહેર જોવા મળ્યો છે. જ્યાં શહેરના મવડી મેન રોડ પર ફુલ સ્પીડે આવી રહેલી કારે ચાર લોકોને ચપેટમાં લઈ લીધા. જેમાંથી એક 70 વર્ષિય વદ્ધ પ્રફુલ ઉનાદકટનું ઘટનાસ્થળે મૃત્યુ થઈ ગયું છે. જ્યારે એક યુવતીને માથામાં ગંભીર રીતે ઈજા થઈ છે. જે બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાવી છે. તો વળી સૂચના મળતા પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
ઘટનાસ્થળ પર હાજર લોકોએ પોલીસને જણાવ્યું કે, કારની સ્પીડ ફુલ તેજ હતી અને ટક્કર બાદ વૃદ્ધને લગભગ 200થી 300 મીટર સુધી ઢસડીને લઈ ગયા, જેનાથી વૃદ્ધનું મોત થઈ ગયું. જ્યારે ઘટનાસ્થળ પર લોકોએ કાર ચલાવી રહેલા યુવક અને કારમાં સવાર યુવકને પકડી લીધો અને પોલીસના હવાલે કરી દીધો.
પોલીસે કાર ચાલક સહિત બે લોકોની ધરપકડ કરી
પોલીસે બંનેની પૂછપરછ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે શહેરના મવડી મેઈન રોડ પર એક ઝડપી કારે ચાર લોકોને કચડી નાખ્યા. જેના કારણે એક વૃદ્ધનું મોત થયું. જ્યારે એક મહિલાની હાલત ગંભીર છે. કાર ચલાવનાર યુવક અને કારમાં બેઠેલા અન્ય એક યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અહીં ઉલ્લેખનિય છે કે, આ પહેલા હોળીના દિવસે વડોદરામાં એક હાઇસ્પીડ કારના કારણે થયેલી તબાહી જોવા મળી હતી. જ્યાં કાયદાના વિદ્યાર્થીઓએ કાર ચલાવતા 5 લોકોને કચડી નાખ્યા. જેના કારણે એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 4 લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં બદલાશે હવામાનનો મિજાજ, આ તારીખ બાદ પડશે ભયંકર ગરમી, આવતા મહિને માવઠું પણ થશે