કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ : અશ્વોની જાત પારખવામાં જેમનો કોઈ જોટો ન મળે તેવા નિવૃત્ત IPS R.D. Zala નું અવસાન થયું

  • ગુજરાત કેડરના ઉચ્ચ પોલીસ અધિકારીએ રાજકોટમાં દમ તોડ્યો
  • છેલ્લા ઘણા સમયથી રઘુરાજસિંહ ઝાલા હતા બીમાર
  • ગુનેગારો સામે ઝાલા સાહેબનું નામ પડતા જ તેઓ ફફડતા, કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા

ગુજરાત પોલીસ વિભાગના ખૂબ જ કડક પોલીસ ઓફિસર તરીકેની છાપ ધરાવતા આઈપીએસ આર.ડી.ઝાલાનુ રાજકોટ ખાતે નિધન થયું છે. IPS આર.ડી.ઝાલા છેલ્લા ઘણા સમયથી બીમારીનો સામનો કરી રહ્યા હતા. તેઓએ આજે સોમવારે સાંજે યુનિવર્સીટી રોડ પર આવેલ નીલ સીટી ખાતે તેમના નિવાસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. 88 વર્ષની ઉંમરે અવસાન પામેલા આર.ડી.ઝાલા 28 વર્ષ પહેલાં નિવૃત્ત થયા હતા ઉલ્લેખનીય છે કે છેલ્લે તેમણે ગોધરાના એસપી તરીકે સેવા આપી હતી. આજે આર.ડી ઝાલાનું નિધન થતાં પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી છવાય ગઈ છે. તેઓ અશ્વોની જાત પારખવામાં માહેર હતા.

અનેક યુવક-યુવતીઓ અશ્વની ટ્રેનિંગ લઈ રાજયકક્ષાએ પહોંચ્યા

નિવૃત IPS અધિકારી આર.ડી.ઝાલા એટલે રઘુરાજસિંહ દિલીપસિંહ ઝાલા અશ્વોની પારખ કળામાં પણ આગવી સુઝ રહી છે. આર.ડી.ઝાલા હોર્સ રાઈડીંગ કલબમાં અનેક યુવક-યુવતીઓએ તાલીમ મેળવી રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ સિધ્ધીઓ મેળવેલી છે. રાજ્યના પોલીસ જવાનો ઉપરાંત અન્ય લોકોને અશ્વો અંગે તાલીમ અને જાણકારી મળે તે માટે આર.ડી.ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબની શરૂઆત કરવામાં આવી હતી. અશ્વસવારી શું છે ? અને ઘોડે સવારી કેવી રીતે કરવી સહિતની તાલીમ આપવામાં આવે છે.

રાજ્ય પોલીસવડાએ પણ શોકની લાગણી વ્યક્ત કરી

IPS આર.ડી.ઝાલાના નિધન અંગે જાણ થતા સમગ્ર પોલીસ પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય એ પણ ટ્વીટ કરી શોકની લાગણી વ્યક્ત કરી છે તેમને લખ્યું છે કે, નિવૃત્ત IPS શ્રી આર.ડી.ઝાલાના નિધનથી ખૂબ જ દુઃખ થયું. દોષરહિત વ્યાવસાયિક અને નાણાકીય અખંડિતતા ધરાવતા અધિકારી, સર એક આદર્શ પોલીસ અધિકારી હતા. થોડા મહિનાઓ પહેલા હું ગુજરાતના ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ તેમને મળ્યો હતો.

ગુજરાત-મહારાષ્ટ્ર સાથે હતા ત્યારે પોલીસ વિભાગમાં જોડાયા

ઉલ્લેખનીય છે કે, નિવૃત IPS આર.ડી.ઝાલાનો જન્મ ભાવનગરમા થયો જિલ્લામાં થયો હતો. તેઓ વર્ષ 1958મા ગુજરાત જ્યારે મહારાષ્ટ્ર સાથે જોડાયેલ હતું ત્યારે પોલીસ સર્વિસમા જોડાયા અને એસપી અધિકારી (IPS) તરીકે નિવૃત્ત થયા. પોલીસ સર્વિસ દરમિયાન લૂંટારૂ, ધાડુપાડુ જેવી અનેક સક્રિય ગેંગોને પકડીને જેલ હવાલે કરેલ હતા. પોલીસ અધિકારી તરીકે એમની છબી હમેશાથી એક બાહોશ, નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીની રહી છે. આજે પણ ગુજરાતના IPS અધિકારીઓ એમના ઝજબા, હિંમત અને કાર્યશૈલીની પ્રસંશા કરે છે.

Back to top button