રાજકોટવાસીઓ આનંદો ! રાજકોટથી મુંબઈ માટે શરૂ થશે વધુ એક ફ્લાઈટ
- એર ઇન્ડિયા દ્વારા રાજકોટથી મુંબઈ જવા માટે ફ્લાઇટ શરૂ કરાશે
- 20 એપ્રિલથી રાજકોટથી ફ્લાઇટ સવારે 6.45 વાગ્યે ટેક ઓફ થશે
- હવાઈ મુસાફરીની સંખ્યામાં વધારો થતાં લેવાયો નિર્ણય
રાજકોટવાસીઓ માટેઆનંદના સમાચાર મળી રહ્યા છે.એર ઈન્ડિયા દ્વારા તાજેતરમા એક મોટી જાહેરાત કરવામા આવી છે. જેમાં રાજકોટથી મુંબઈ માટે ફ્લાઇટ શરૂ કરવામા આવશે તેમ જણાવવામા આવ્યું છે. જાહેરાત મુજબ આગામી 20 એપ્રિલથી રાજકોટથી આ ફ્લાઇટ સવારે 6.45 વાગ્યે ટેક ઓફ થશે.
રાજકોટથી મુંબઈની વધુ એક ફ્લાઈટ શરુ કરાશે
રાજકોટ એરપોર્ટ પર મુંબઈ જવા માટે મુસાફરોનો ઘસારો વધતો જઈ રહ્યો છે. ત્યારો મુંબઈ જવા માટે મુસાફરોનો ઘસારો જોઈને એર ઈન્ડિયાએ રાજકોટથી મુંબઈની વધુ એક ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત કરી છે. એર ઈન્ડિયા દ્વારા રાજકોટ મુંબઈની વધુ એક ફ્લાઈટ આગામી 20મી એપ્રિલથી શરુ કરવામા આવશે.
20 એપ્રિલથી ફ્લાઇટ શરૂ થશે
મહત્વનું છે કે હવે આગામી મહિનામાં વેકેશનને કારણે મુસાફરોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. જેના કારણે એર ઈન્ડિયાએ 20 એપ્રિલથી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. જેથી રાજકોટથી મુંબઈ જતા મુસાફરોને ઘણી રાહત મળશે.એર ઈન્ડિયા દ્વારા મુસાફરોની કેપેસીટી વધારવા માટેબોઈંગ ફ્લાઈટ શરુ કરવામા આવશે જેમા 150 સામાન્ય મુસાફર તેમજ 12 બિઝનેશ ક્લાસના મુસાફરો મુસાફરી કરી શકશે.
ઈન્ડિગો એરલાઈન્સે પણ કરી હતી જાહેરાત
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ ઈન્ડિગો એરલાઈન્સે રાજકોટથી મુંબઈ જવા માટે સવારની ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત કરી હતી. જેથી હવે મુંબઈની વધુ બે સવારની ફ્લાઈટ શરૂ થતા મુસાફરોને ઘણી રાહત મળશે. હાલ રાજકોટના એરપોર્ટ પરથી 11 જેટલી ફ્લાઈટની અવર-જવર થઈ રહી છે.
આ પણ વાંચો : રાજસ્થાનને મળી પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી