તહેવારો પહેલાં ચેતી જજો રાજકોટવાસીઓ, આ ચીજવસ્તુઓ ખાવા લાયક નથી
હાલ હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે. અને અનેક જગ્યાએથી ખાદ્ય પદાર્થોના મનૂના લેવામા આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં રેસકોર્સ પાર્કમાં આવેલી નીલકંઠ ડેરી, રણુજા મંદિર પાસે આવેલી નંદનવન ડેરી અને એક દૂધની ડીલેવરી કરતી ગાડીમાંથી પણ શંકાસ્પદ દૂધના નમૂના લેવામાં આવ્યા હતાી તેને તપાસ માટે મોકલી આપવમાં આવ્યા હતા ત્યારે આ નમૂના તપાસમાં ફેલ થયા છે.
ફુડ વિભાગે લીધેલા દૂધના ત્રણ નમૂના ફેલ થયા
રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા તાજેતરમાં લેવાયેલા કેટલાક નમૂના ફેલ થયા છે. જેના કારણે થોડા ઘણા નફા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ફુડ વિભાગે દૂધના લીધેલા નમૂનામાંથી ત્રણ નમૂના ફેલ ગયા છે. રેસકોર્સ પાર્કમાં આવેલી નીલકંઠ ડેરી, રણુજા મંદિર પાસે આવેલી નંદનવન ડેરી અને એક દૂધની ડીલેવરી કરતી ગાડીમાંથી લીધેલા નમૂનાઓ ફેલ ગયા છે. ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ આ નમૂનામાં તપાસ કરતા તેમા વેજીટેબલ ફેટ મળી આવ્યું છે.
ઝાયડસ વેલનેસના બટર અને જલારમ ઘી સેન્ટરના નમૂના પણ ફેલ
ઝાયડસ વેલનેસના ન્યુટ્રીલાઈટ બટરના લેવામાં આવેલ નમૂના પણ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. આ બટરમાં એસિડનું પ્રમાણ વધુ હોવાનું જણાઈ આવ્યું છે. જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ ઝાયડસ વેલનેસને કુલ 11.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે કોઠારીયા રોડ પર આવેલા જલારમ ઘી સેન્ટરમાંથી લેવામાં આવેલ નમૂનાઓ ફેલ થયા છે. જેથી જલારામ ઘી સેન્ટરને પણ 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ભારતીય મૂળના US માં રાષ્ટ્રપતિ પદના દાવેદારનો ચીન પર આક્રમક પ્રહાર, કહી આ મોટી વાત