રાજકોટ પોલીસ તંત્ર આવ્યું હરકતમાં , ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિની માહિતી આપવા જાહેર કર્યો વોટ્સએપ નંબર
રાજકોટ શહેરમાં પોલીસનો ખોફ સતત ઓસરી રહ્યો હોય તેમ છેલ્લા કેટલાક સમયથી ગૂનાખોરીના બનાવો વધી રહ્યા છે. જેથી આજે ડીસીપી ક્રાઈમ ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા આજે એક વોટ્સએપ નંબર જાહેર કરીને લોકોને સતર્ક રહેવા અને કોઈ પણ જગ્યાએ આવી ગેરકાયદેસર પ્રવૃતિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે અપીલ કરી છે.
રાજકોટ પાલીસે જાહેર કર્યો નંબર
રાજકોટ શહેર DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે “રાજકોટમાં કોઈ પણ જગ્યા એ દારૂ, જુગાર, ગેરકાયદે હથિયાર અને વ્યાજખોર સામે લોકો 9978407079 નંબર પર જાણ કરશે તો તેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જે અંગે માહિતી ગુપ્ત રાખવામાં આવશે” તેવુ જાહેર કર્યું છે. મહત્વનું છે કે રાજકોટ પોલીસ છેલ્લા આઠ માસથી આ કાર્યવાહી કરી રહી છે અને તેમાં આશરે 58 જેટલી અરજીઓ આવેલી છે અને રાજકોટ પોલીસ દ્વારા તેનુ નિરાકરણ પણ કરવામાં આવ્યું છે.
જનતા રેડ બાદ પોલીસતંત્ર હરકતમાં આવ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના તિરૃપતીનગરમાં ચાલતી દારૃની મહેફિલ અને દારૃ પીવા આવતા શખ્સોની હરકતોથી ત્રાહિમામ પોકારી ઉઠેલી મહિલાઓએ જનતા રેડ પાડી હતી. અને દારુની મહેફિલ માણી રહેલા દારૃડિયાઓને મકાનમાં પુરી મહિલાઓએ પોલીસને જાણ કરતાં પોલીસે આવી 4 દારૃડિયાઓને પકડી પાડ્યા હતા. ત્યાર બાદ રાજકોટ પોલીસ આ મામલે હરકતમાં આવી છે. અને શહેરમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિની પોલીસને જાણ કરવા માટે અપીલ કરી કરી છે. અને તેવપ આશ્વાસન પણ આપ્યું છે જનતચાની આપેલી જાણકારી મુજબ આવી પ્રવૃતી પર રોક લગાવવા માટે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ માહીતી આપનારનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : કોરોના સામે લડવા માટે તંત્રની સજ્જતા, ગુજરાત સરકારે કેન્દ્ર પાસે વેક્સિનનો નવો જથ્થો માંગ્યો