ગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટ: ન્યારી ડેમ પાસે અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત પરાગનું મોત, પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી

Text To Speech
  • પરિવારે બીજા ચાલકને આગળ ધરી દીધાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો
  • કેટરીંગનું કામ કરતાં ક્રિશ અમિતભાઈ મેરે ફરિયાદ નોંધાવી
  • હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે

રાજકોટના ન્યારી ડેમ પાસે આઠેક દિવસ પહેલા કારે હડફેટે લેતાં ગંભીર રીતે થવાવેલા પરાગ જેન્તીભાઈ ગોહેલને તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ તેણે ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. આ અકસ્માત અંગે તેના શેઠે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હવે તેણે પોલીસે કાર ચાલક નબીરાને બચાવવા માટે બીજા ચાલકને આગળ ધરી દીધાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. જે અંગે હવે તપાસ હાથ ધરવામાં આવી છે.

કેટરીંગનું કામ કરતાં ક્રિશ અમિતભાઈ મેરે ફરિયાદ નોંધાવી

અકસ્માત અંગે કેટરીંગનું કામ કરતાં ક્રિશ અમિતભાઈ મેરે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે ગઈ 21 માર્ચના રોજ ન્યારી ડેમ પાસે આવેલા બંગલામાં ફંકશન હતું, જેમાં તે હાજર હતો. જ્યાં આવવા માટે તેને ત્યાં કામ કરતો પરાગ તેનું જ એક્ટિવા લઈ જતો હતો. ત્યારે ધારી ડેમ પાસે તેને કારના ચાલકે હડફેટે લીધો હતો. જાણ થતાં તે સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારે ત્યાં અકસ્માત સર્જનાર નેક્સોન કાર પડી હતી.

હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે

આ આક્ષેપો અંગે ઝોન-૨ના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું કે જે તે વખતે ફરિયાદીએ જેનું નામ આપ્યું તેની સામે જ કરિયાદ નોંધવામાં આવી છે. જો ફરિયાદીને બીજો કોઈ ડ્રાઈવર હોવાનું લાગે તો તે રજૂઆત કરી શકે છે. જેના આધારે પોલીસ તપાસ કરશે. કાર ખરેખર કોણ ચલાવતું હતું તે અંગે હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. કાર ચાલક હજુ સ્પષ્ટ થયો ન હોવાથી ધરપકડ સહિતની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો: સુરત: રત્નકલાકારોની કફોડી બનેલી આર્થિક સ્થિતિ વચ્ચે સામુહિક હડતાળની જાહેરાત

Back to top button