સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો દ્વારા ફી મુદ્દે ખૂલ્લી લૂંટ; માંગ સ્વીકારો નહિતર હલ્લાબોલ કરીશું: NSUI
રાજકોટ 21 જુલાઈ 2024 : રાજકોટમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે NSUI દ્રારા ઉગ્ર વિરોધ સાથે FRC (ફી રેગ્યુલર કમિટી) નવા સભ્યોની નિમણૂક કરીને જે શાળાઓ વાલીઓને ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવે છે તેના ઉપર અંકુશ લાવવામાં આવે એવી રાજકોટ NSUI એ માંગણી કરી હતી.
શાળાઓ વાલીઓને ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવે છે
NSUI જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભૂતકાળમાં ચૂંટણી લક્ષી લોભામણી જાહેરાતો કરીને ગુજરાતની પ્રજાને એક આશા બાંધીને એ આશાઓ તોડવાનું કામ ભાજપની સરકારે કરેલું કારણકે રાજ્ય સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાતની કોઈપણ સેલ્ફ ફાયનાન્સ શાળામાં ૧૫૦૦૦/૨૫૦૦૦ નાં સ્લેબ મુજબ ફી લેવામાં આવશે પણ ત્યાર પછી આ વાત માત્ર કાગળ ઉપર રહી હતી ત્યારબાદ સેલ્ફ ફાયનાન્સ એશોસિયેશન દ્વારા ભારતીય જનતા પાર્ટીને ફંડમાં મોટાં ફિંગર આપી ગુજરાતની પ્રજાને લુંટવાનો પરવાનો મેળવી લિધો?
જીલ્લા શિક્ષણ અધિકારી તરીકે પ્રથમ અને નૈતિક જવાબદારી થાય છે કે સૌરાષ્ટ્ર ઝોનની FRC (ફી રેગ્યુલર કમિટી)હાલમાં કાર્યરત ન હોય તો આપની પ્રથમ ફરજ બને છે કે નવા સભ્યોની નિમણૂક કરીને જે શાળાઓ વાલીઓને ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવે છે તેના ઉપર અંકુશ લાવવામાં આવે એવી અમારી માંગ છે.
FRC માત્ર કાગળ ઉપર જ છે
NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી ઉમેર્યું હતું કે માત્ર કાગળ ઉપર ચાલતો FRC કમિટીએ આજ દિન સુધી સૌરાષ્ટ્રની એકપણ પ્રાઇવેટ શાળામાં કડક કાયદાકીય કાર્યવાહી અનુસાર પગલાં લેવામાં આવ્યાં હોય તેવો એકપણ દાખલો અમારાં ધ્યાને આવેલ નથી જો આપનાં ધ્યાનમાં હોય તો અમને જણાવો.અન્યથા આપશ્રીને અમે છ દિવસનો સમય આપીએ છીએ આ બાબતે યોગ્ય કરશો અન્યથા જ્યાં પણ પ્રાઇવેટ શાળામાં મંજૂરી વગર આ પ્રકારનાં ઉઘરાણાં થતાં હશે ત્યાં NSUI દ્વારા વિધાર્થીઓ અને વાલીઓને સાથે લઈ સ્થળ પર જઈ આંદોલનના મંડાણ થશે જેની સંપૂર્ણ જવાબદારી રાજકોટ જીલ્લા શિક્ષણ અધિકારીની રહેશે.
આ પણ વાંચો : 72 કલાકમાં વરસાદ પડ્યો ત્યાં તાત્કાલિક નુકસાની સર્વે કરી પેકેજ આપવા CM ને પત્ર લખી કરી માંગ