ગુજરાત

રાજકોટઃ ડોર બેલ વગાડવા જેવી સામાન્ય બાબતમાં 70 વર્ષના આઘેડની હત્યા, આરોપીની ધરપકડ

Text To Speech

રાજકોટમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. અહીં ડોર બેલ વગાડવા જેવી સામાન્ય બાબતે 70 વર્ષના વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી છે. જામનગર રોડ પર નાગેશ્વરમાં આવેલ અરિહંત એપાર્ટમેન્ટ પાસે આ હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગત સાંજે 70 વર્ષીય કિરીટભાઈ શાહ અરિહંત એપાર્ટમેન્ટમાં રહેતા અભય ઉર્ફે મોન્ટુ વ્યાસના ઘરે બુક લેવા ગયા હતા. અભયના એપાર્ટમેન્ટનું ડોર બેલ વગાડતા તેણે દરવાજો ખોલ્યો ન હતો.

ત્યારબાદ વૃદ્ધ ત્યાંથી નીકળી પોતાના એપાર્ટમેન્ટ તરફ જતા હતા તે દરમ્યાન “તે મારી ડોર બેલ કેમ વગાડી ને મારી નીંદર બગાડી ” કહી અભય વ્યાસે વૃદ્ધ પર હુમલો કરી દીધો હતો. બોથડ પદાર્થ વડે હુમલો કરતા કિરીટ શાહ ઘાયલ થયા હતા અને તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ હત્યાની જાણ પોલીસને કરવામં આવતા ગાંધીગ્રામ પોલીસે આરોપી અભયને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે. જો કે સામે આવેલી વિગતો અનુસાર આરોપી અગાઉ પણ હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

Back to top button