ગુજરાત

રાજકોટની પરિણીતા અંધશ્રદ્ધાનો ભોગ બની, તાંત્રિકે દેહવિક્રયના ધંધામાં ધકેલી

  • તાંત્રિક અને અંધશ્રદ્ધાના આટા પાટા વાળી ઘટના
  • તાંત્રિક સહિતના સાગરીતોએ વિધિઓ કરાવવાના નામે પૈસા પડાવ્યા
  • ગુન્હો નોંધાતા તાંત્રિક સહિતના સાગરીતોને પોલીસે ઝડપી લીધા

રાજકોટની પરિણીતા અંધશ્રદ્ધાનો ભોગ બની છે અને પરણિતા પોતાના પતિથી અલગ રહેતી હોય તે પોતાના 3 વર્ષના બાળકને મળવા અને પતિ સાથે મનમેળ થઈ જાય તેવી અંધશ્રદ્ધાના ખાડામાં ધકેલાઈને તાંત્રિકના સંપર્કમાં આવી હતી. પરણિતા તાંત્રિક વિધિના નામે શારીરિક શોષણનો ભોગ બની હતી. તાંત્રિક વિધિના નામે પૈસા પડાવીને પરણિતા વિરૂદ્ધ તાંત્રિકે જાતીય શોષણ કર્યું છે. અમરેલી અને વિસાવદરના તાંત્રિક સહિતના સાગરીતોએ અલગ અલગ વિધિઓ કરાવવાના નામે પૈસા પડાવીને પરિણીતાને દેહવિક્રયના ધંધામાં ધકેલી હતી. તાંત્રીક સામે વિજ્ઞાન જાથાના સહયોગ બાદ પોલીસમાં ગુન્હો નોંધાતા તાંત્રિક સહિતના સાગરીતોને પોલીસે ઝડપી પાડયા હતા.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા બે દિવસ ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન, ગુજરાતથી ધારાસભ્યો, સાંસદ હાજર

તાંત્રિક અને અંધશ્રદ્ધાના આટા પાટા વાળી ઘટના

તાંત્રિક અને અંધશ્રદ્ધાના આટા પાટા વાળી ઘટના અંગે વાત કરીએ તો અમરેલીના પોલીસ મથકમાં ભોગ બનનાર પીડિતા આવી હતી. જે રાજકોટ ખાતે માતા-પિતા સાથે છેલ્લા આઠ મહિનાથી રહેતી હતી. છુટાછેડા લીધા બાદ તેનો ૩ વર્ષનો દિકરો સતત યાદ આવતો હતો તેમાં પીડિતાના માતા-પિતા વચ્ચે અણબનાવ થયો ભાઈ અલગ રહેવા જતો રહ્યો હતો. વિપરીત પરિસ્થિતિામં માતા જયશ્રીબેનની વર્ષો જુની બહેનપણી ભારતી યાદ આવતા તેને ઘરની સમગ્ર હકિકતથી વાકેફ કરવામાં આવ્યા હતા. તેને પોતાનો જમાઈ મુકેશ અમરેલી રહે છે તેની પાસે બે દિકરી છે ચિંતા કરવા જેવું નથી તું પીડિતાને ત્યાં મોકલી દે.

આ પણ વાંચો: ગુજરાત રાજ્યમાં જાણો કેમ તાપમાનમાં થઇ રહ્યો છે ફેરફાર

તાંત્રિક મુકેશ તેની મિત્ર પત્ની રાધિકા રાજકોટ આવી પોતાની ગાડીમાં લઈ ગયા

તાંત્રિક મુકેશ તેની મિત્ર પત્ની રાધિકા રાજકોટ આવી પોતાની ગાડીમાં લઈ ગયા હતા. શરૂઆતમાં સારી રીતે રાખતા હતા. બાદ તાંત્રિક અને ભારતીબેનને ખબર પડી જતા પીડિતાની માતા જયશ્રીબેનને અમરેલી બોલાવી લીધા તથા ષડયંત્રના ભાગરૂપે ઘરના દસ્તાવેજ, દાગીના, રૂપિયા લઈને આવવું તેમ જણાવ્યું હતુ. ત્યાર બાદ દ્વારકા વિધિ કરવી પડશે તેમ જણાવી રૂ. 21,000 એકવીસ હજાર લઈ લીધા, નવી ગાડી લેવી છે તેના માટે રૂ. 50,000 લીધા, પીડિતા, માતા ઉપર મેલું છે જે અઘરૂ છે મારાથી આ કામ ઉતરે તેમ નથી વિસાવદર ભુવો સુનિલ રાવળદેવ છે તે તાંત્રિક વિધિમાં નિપુણ છે તે કરી દેશે તેમ જણાવી વિસાવદર લઈ ગયા હતા.

ભુવા દિનેશ રીબડીયાને બોલાવવો પડશે બે બોકડાની પશુબલી ચડાવવી પડશે

પાટ ઉપર દાણા જોયા, અઘરૂ કામ છે, એકથી નહિ થાય બીજા ભુવા દિનેશ રીબડીયાને બોલાવવો પડશે બે બોકડાની પશુબલી ચડાવવી પડશે. ઉજજૈન જવું પડશે. નીત નવા બહાના બતાવતા પીડિતાની માતા પાસે લાખો રૂપિયાની માંગણી કરી તાંત્રિક અને ભુવાએ લઈ લીધા હતા. તાંત્રિક મુકેશે પીડિતા ઉપર નજર બગાડી બધું સરખું કરવા, મેલું કાઢવા શરીર સંબંધ બાંધવો પડશે. નાના બાળકનું મોત થઈ જશે. જાત જાતનો ડર બતાવી અમરેલી ખાતે પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધી લીધો. બાદ રાધિકાએ નવા કસ્ટમર શોધી પીડિતા ઉપર રૂપિયા કમાવવા દેહ વ્યાપારનો ધંધો શરૂ કરાવી દિધો હતો. પીડિતાની સમગ્ર હકીકત રાજકોટ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાને કહેતા અમરેલી એસપી કચેરીએ તાંત્રીક અને ભુવાની કામલીલા અંગેનો ખુલાસો થયો હતો. તેમજ અમરેલી તાલુકા પોલીસ દ્વારા તાંત્રિક અને ભુવા સહિત મહિલાને પોલીસે પકડી પાડી હતી.

Back to top button